જંકશનમાં એસઓજીની ટીમનું ઓપરેશન : રીસીવરનું નામ ખોલવા તજવીજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે 5 કિલો ગાંજાના જથ્થા સાથે મધ્યપ્રદેશના પૂજારીને એસઓજીની ટીમે જંકશનમાં વોચ ગોઠવી દબોચી લઈ રૂ.55600 નો મુદામાલ કબ્જે કર્યો હતો તે રાજકોટમાં કોને ગાંજો સપ્લાય કરવા આવ્યો હતો તે અંગે તપાસ યથાવત રાખી છે.
દરોડાની વિગત મુજબ, એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા અને એન.વી.હરિયાણીની રાહબરીમાં પીએસઆઈ એઝ.બી.ઘાસુરા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઈ રાજેશભાઈ બાળા અને એસ.એન.જાડેજાને મુકેશ તીવારી નામનો શખ્સ થોડીવારમાં જંકશન પ્લોટ 15 માંથી નિકળવાનો છે અને તેના કબ્જાના લાલ કલરના થેલામાં ગાંજાનો જથ્થો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે એસઓજી ઓફીસ પાછળ આવેલ જંકશન પ્લોટ શેરી નં. 15 માં સ્પ્રીંગસ બિલ્ડીંગથી આગળ લોહાણા ચાલની સામેના ભાગે એક લાલ કલરનો થેલો ટીંગાડેલ હાલતમાં શંકાસ્પદ ઉભેલ શખ્સને કોર્ડન કરી તેનું નામઠામ પૂછતાં પોતે એમપીનો મુકેશ ભગવાનદાસ તીવારી ઉ.44 હોવાનુ જણાવેલ હતું તેમજ તે શખ્સ પાસે રહેલ થેલો ચેક કરતાં તેમાંથી 5.015 કિલો ગાંજાનો જથ્થો મળી આવતાં એસઓજીની ટીમે ગાંજો, રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ.55600 નો મુદામાલ કબ્જે કરી તે શખ્સની સઘન પૂછતાછ હાથ ધરી હતી પકડાયેલ શખ્સ મધ્યપ્રદેશથી બીજી વખત ગાંજો સપ્લાય કરવા માટે રાજકોટ આવ્યો હતો. તે રાજકોટમાં ગાંજો ક્યાં પેડલરને સપ્લાય કરવાનો હતો તે અંગે પ્ર. નગર પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ પકડાયેલ શખ્સ પોતાના વતનમાં મંદિરમાં પૂજારી તરીકે સેવા કરતો હોવાનું ખુલ્યું છે.