બહેનોને સશક્ત અને આત્મનિર્ભર કરવામાં સરગમ ક્લબનો મહત્ત્વનો ફાળો: વજુભાઈ વાળા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સરગમ ક્લબ દ્વારા બહેનો માટેના સમર ટ્રેઈનીંગ ક્લાસનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ તકે પૂર્વ રાજ્યપાલ, ધારાસભ્ય અને મેયર સહિતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. દસ દિવસ સુધી સેંકડો બહેનો વિવિધ વિષયોની તાલીમ લેશે.સરગમ ક્લબ અને સરગમ લેડીઝ ક્લબ દ્વારા બહેનો માટે દસ દિવસ માટે કોટક સ્કૂલમાં યોજાયેલા સમર ટ્રેઈનીંગ ક્લાસનું ઉદ્ઘાટન કર્યા બાદ વજુભાઈ વાળાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજના સમયમાં બહેનો જુદા જુદા વિષયની તાલીમ લઈને તેનો સ્વરોજગાર માટે ઉપયોગ કરી શકે છે.
આ ઉદ્ઘાટન સમારોહમાં વજુભાઈ વાળા ઉપરાંત ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડિયા, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, રાજ બેંકના ચેરમેન જયંતીભાઈ વસોયા, રાજ બેન્કના સી.ઈ.ઓ. જુલીબેન સાવલિયા, રાજકોટ કેળવણી મંડળના નવીનભાઈ ઠક્કર, હરેશભાઈ પરસાણા, ચંદ્રિકાબેન ધામેલીયા, સુધાબેન ભાયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડિયા અને જયંતીભાઈ વસોયાએ પોતાના ઉદ્બોધનમાં આ પ્રકારના સમર કલાસ કઈ રીતે બહેનોને ઉપયોગી સાબિત થાય છે તેની માહિતી આપી હતી.
તા. 5થી તા. 15 દરમિયાન કોટક સ્કૂલ (મોટી ટાંકી ચોક પાસે)માં યોજાયેલા આ સમર ક્લાસમાં 15 વિષયોની તાલીમ આપવામાં આવે છે. આ કેમ્પમાં સેંકડો બહેનો જોડાઈ છે. આ ઉદ્ઘાટન સમારોહમાં જસુમતીબેન વસાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે આભારવિધિ ડો. અલ્કાબેન ધામેલીયાએ કર્યું હતું.
આ કાર્યક્રમની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ, હેતલબેન થડેશ્ર્વર, જયશ્રીબેન મહેતા, વૈશાલી શાહ, દિવ્યાબેન ઉમરાણીયા, શોભનાબેન સોમૈયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.