ડુંગળી સસ્તામાં કેમ વેંચી નાખી કરેલી માથાકૂટએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
મારી નાખવાની ધમકી આપતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રૈયાધારમાં રહેતા અને જંકશનમા ડુંગળી બટાટા વેચતા સાગરભાઈ રાયધનભાઈ દેલવાણીયા ઉ.22એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બપોરે મોટાભાઇ વિજયભાઈ જંકશનમા રિક્ષામા ડુંગળી વહેચતો હતો તે દરમ્યાન તેની બાજુમા વિજય અરવીંદભાઈ હળવદીયા પણ ડુંગળી વહેચતો હોય, ત્યારે મારા ભાઈએ ઘરાકને સસ્તા ભાવે ડુંગળી આપી દેતા તેની સાથે તે બોલાચાલી ઝગડો કરવા લાગેલો અને ઝપાઝપી કરવા લાગેલો હતો જે બાબતે મે પ્ર.નગર પોલીસમા અરજી આપેલી હતી અને બાદમા હુ મારા ભાઈને દવાખાને લઈ ગયેલો હતો અને પ્રાથમીક સારવાર આપીને રજા આપી દીધેલી હતી જેથી હુ મારા ભાઈને મારા ઘરે લઈ ગયેલો હતો.
બાદમા આજરોજ રાત્રીના વિજયભાઈ તથા મારા પત્ની તેજલબેન તથા મારા ભાભી કાજલબેન તથા સંગીતાબેન એમ હાજર હતા ત્યારે આ વિજય હળવદીયા તથા તેના મોટા બાપા ગોપાલભાઈ હળવદીયા બંને ઘર પાસે આવેલા અને બપોરે ડુંગળી વેચવા બાબતે માથાકુટ થયેલી તેનો ખાર રાખી બંને અમારી સાથે બોલાચાલી કરવા લાગેલા હતા અને મને આ બંનેએ મનફાવે તેવી ગાળો ભાંડી મારી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારવા લાગેલા હતા અને મને શરીરે મુંઢ ઈજાઓ થયેલી હતી, તેવામા પાછળથી વિજય હળવદીયાના સગા ભાઈઓ મનોજભાઈ તથા સંજયભાઈ પણ આવી જતા તેઓએ પણ અમારા પરીવાર સાથે બોલાચાલી ઝગડો કરેલો અને મારી પત્ની તેજલબેન તથા ભાભી કાજલબેન મને છોડાવવા જતા તેઓને પણ આ લોકોએ ઢીકા પાટુનો માર મારેલ હતો અને મારી રીક્ષા ઘરની બહાર પડેલ હોય જે રીક્ષાનો કાચ વિજયભાઈ હળવદીયાએ તોડી નાખેલ હતો અને નુકસાન કરેલ હતુ. બાદમા લોકો એકઠા થતાં આ લોકો ત્યાથી જતા રહ્યા હતા અને જતા જતા આ વિજયભાઈ હળવદીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.