માલ ખરીદી અર્થે આપેલા 1.60 લાખનો ચેક રીટર્ન થયો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
મૂળી તાલુકાના સરા ગામે વંશી ફૂડ નામક પેઢી ધરાવતા વેપારી દિશાંત ઉર્ફે મોન્ટુ લલિતભાઈ પારેખ દ્વારા વઢવાણ ખાતે પીએમ પ્રોટીન્સ કંપનીના માલિક મહાવીરભાઈ રાજેશભાઈ શાહ પાસેથી માલ ખરીદી કરી રોકડ રૂપિયાના બદલે 1.60 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો જે ચેક મહાવીરભાઈ શાહ દ્વારા પોતાના બેંક ખાતામાં જમા કરવા જતાં ચેક રીટર્ન થયો હતો જે બાદ મહાવીરભાઈ દ્વારા ચેક રિટર્ન અંગે સુરેન્દ્રનગર કોર્ટમાં કેશ ચાલી જતા બંને પક્ષના વકીલોની દલીલ તથા પુરાવા સહિતની ચકાસણી કર્યા બાદ સુરેન્દ્રનગરના બીજા એડી.ચીફ જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ બી.આઇ.તરાણી દ્વારા દિશાંત ઉર્ફે મોન્ટુ લલિતભાઈ પારેખને એક વર્ષ જેલની સજા અને રૂપિયા 1.60 લાખ રૂપિયાનો દંડ ભરવાં તથા દંડ ન ભરે તો વધુ છ મહિનાની સજા ભોગવવાની સંભળાવી હતી.



