ટૂંક સમયમાં નવી સિરિઝ જાહેર કરાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ આરટીઓ દ્વારા ટુ વ્હીલર સીરીઝ ૠઉં11ઈઝનું વાહન પોર્ટલ પરથી તથા ઓનલાઇન રજીસ્ટ્રેશનથી ઓકશન રદ કરવામાં આવેલ છે. જૂનાગઢ આરટીઓ દ્વારા મોટરસાયકલ ટુ-વ્હીલર નોન ટ્રાન્સપોર્ટમાં નવી સિરીઝ GJ11CTનું રજીસ્ટ્રેશન તારીખ 5/5/2025થી શરૂ થનાર હતું. જેમાં પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોને ઓકશન પ્રક્રિયામાં ભાગ લેવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ સિરીઝમાં પ્રથમ અથવા બીજો આલ્ફાબેટ ઝ આવતો હોય તેવી સિરીઝને ટ્રાન્સપોર્ટ વાહન માટે ઉપયોગ કરવાનું વાહન વ્યવહાર કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે.જે અન્વયે ટુ વ્હીલર સીરીઝ ૠઉં11ઈઝનું ઓકશન અને ઓનલાઇન રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હોવાનું અને ટૂંક સમયમાં નવી સિરીઝ જાહેર કરવામાં આવશે એમ જૂનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.