ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં એક્સરે વિભાગના ઇલેક્ટ્રિક પેનલ બોક્સમાં આગ લાગતા જ દર્દીઓમાં નાસભાગ મચી હતી. અમુક દર્દીઓ તો સ્ટ્રેચર મુકીને ભાગ્યા હતા. જોકે, હોસ્પિટલ સ્ટાફે અગ્નિશામક સાધનોની મદદથી ગણતરીની મિનિટોમાં આગ કાબુમાં લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ઓવરલોડના કારણે પેનલ બોક્સમાં શોર્ટસર્કીટથી આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.