ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા વનવિભાગે ટીમે સસલાના શિકાર કરનાર 4 આરોપીને ઝડપી પાડયા હતા. મળતી માહિતી મુજબ રાજુલા તાલુકાના કોટડી ગામે નદી વિસ્તારમાં સસલાનો શિકાર કર્યાની રાજુલા વનવિભાગ આર.એફ.ઓ આર.એન. વેગડાની સુચના મુજબ વનવિભાગ સ્ટાફ દ્વારા કોટડી ગામે નદી વિસ્તારમાં જઇ વન્ય પ્રાણી સસલુ જીવ-1 નું મુત્યુ નિભજાવેલ હોય જેમાં ચાર આરોપીઓ દ્વારા સસલાને દોડાવી તગડાવી મેવાટા દ્વારા શિકાર કરી સસલાના અલગ અલગ ભાગ કરી રસોઈ બનાવી રહ્યા હોય તે દરમિયાન રાત્રીએ રાજુલા રાઉન્ડનો સ્ટાફ સ્થળ પર જઈને શિકાર કરનાર ચારેય આરોપી 1. રમેશ બાલાભાઈ મકવાણા, 2. પરેશ આતુભાઇ ચુડાસમા, 3. મુકેશ પાંચાભાઇ ચુડાસમા, 4. મુકેશ ખોડાભાઈ ચુડાસમા તમામ રહે કોટડી આમ ચારેય આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને આરોપી પાસેથી ગુન્હા પેટે રૂ.1,00,000 એડવાન્સ રિકવરી લઇને જામીન પર મુક્ત કરવામાં આવેલ છે. આ કામગીરીમાં રાજુલા રેન્જ આર.એફ. ઓ. આર.એન. વેગડા, આઇ.વી. ગોહિલ, એચ.આર.બારૈયા, વિજયભાઇ બારૈયા, સંજયભાઇ બારૈયા, મુકેશભાઇ સોલંકી, ભરતભાઇ જોગદીયા, દિપકભાઇ બોરીચા, દેહુરભાઇ સહિત સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.