પાક નુકસાનીનું વળતર, જમીન સંપાદન સહિતોના પ્રશ્ર્ને કલેકટરને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
રાજ્યમાં ખેડૂતોના મુખ્યત્વે પાક નુકસાનીનું વળતર, પાક વીમો, જમીન સંપાદિત સહિતના પડતર પ્રશ્નો હવે સરકાર માટે માથાના દુખાવા સમાન સાબિત થયા છે ત્યારે ખેડૂતોના આ પ્રશ્નોને ઢાલ સ્વરૂપે ઉપયોગ કરતો કોંગ્રેસ સરકાર અને તંત્રને વારંવાર ઘેરી રહી છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના કેટલાક પડતર પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના રાજ હોટલથી શરૂ કરી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી હતી. જેમાં મળતી સંખ્યામાં જિલ્લાભરના ખેડૂતો જોડાયા હતા. કોંગ્રેસની આગેવાનીમાં યોજવામાં આવેલ રેલીમાં સેવાદળના રદેશ પ્રમુખ પ્રગતિબેન આહિર, પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા, કિશન કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રામકુભાઇ કરપડા સહિતના આગેવાનો જોડાયા હતા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરી ખેડૂતોના પ્રશ્નોને તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી.