ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.21
વેરાવળ રેલવે સ્ટેશન નજીક આદ્રી વેરાવળ રેલવે ટ્રેક પર શનિવારે સાંજે પાંચ વાગ્યે 11464 જબલપુર સોમનાથ ટ્રેન હેઠળ વેરાવળ જુના રબારી વાળા માં રહેતા વાંદરવાલા દેવેન હરિભાઈ ઉ.વ.24 નામના યુવાનનું ચાલુ ટ્રેન હેઠળ આવી જતા ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.બનાવ બનતા આરપીએફ ના રમેશભાઈ યાદવ ના માર્ગદર્શન હેઠળ આરપીએફ સ્ટાફ દ્વારા મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતો તેમજ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે રેલ્વે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વેરાવળ સ્ટેશન નજીક જબલપુર-સોમનાથ ટ્રેન હડફેટે ખારવા યુવકનું કપાઈ જતા મોત
