બાલાજી ચાઈનીઝ પંજાબી, પટેલ કોલ્ડ્રિંક્સ સહિતનાઓને લાયસન્સ બાબતે નોટીસ અપાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ તથા એફ.એસ.ડબલ્યુ. વાન સાથે શહેરના બાપા સીતારામ ચોકથી રામધણ તરફ મવડી વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 9 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી તેમજ ખાદ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
આજરોજ ફૂડ વિભાગની ટીમે બાલાજી ચાઈનીઝ પંજાબી, પટેલ કોલ્ડ્રિંક્સ, ધરતી કોલ્ડ્રિંક્સ, બાલાજી ઘુઘરા, ક્રિષ્ના મારવાડી પાણીપુરી, પટેલ ભેળ, મયુર ભજીયા, બાલાજી ફૂડ પોઈન્ટ, વરિયા ગાંઠીયા સહિતના ધંધાર્થીઓને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા પટેલ ગાંઠીયા એન્ડ ફરસાણ, પટેલ ચાઈનીઝ પંજાબી, જી.જી.એમ. સ્વીટ એન્ડ નમકીન, સીતારામ સુપર માર્કેટ, પટેલ પ્રોવિઝન સ્ટોર, ઉત્તમ એન્ટરપ્રાઈઝ, શિવમ ફાર્મસી, મનોહર સોડા, વત્સ સુપર માર્કેટ, શિવમ ડેરી, જય અંબે નાસ્તા ગૃહની ચકાસણી કરવામાં આવી હતી.
વધુમાં મસાલાની સીઝનને અનુલક્ષીને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ મસાલાના કુલ 10 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં (રાઈના કુરિયા) ઠાકર મસાલા ભંડાર (મંડપ) શ્રીરામ મસાલા માર્કેટ ધ મિલેનિયમની બાજુમાં, 150 ફૂટ રીંગ રોડ, (ધાણી) શ્રી યમુનાજી મસાલા ભંડાર (મંડપ) જય ખોડિયાર મસાલા બજાર સ્ટર્લિંગ હોસ્પિટલ સામે, (જીરૂ) જય સોમનાથ મસાલા (મંડપ) જય ખોડિયાર મસાલા બજાર સ્ટર્લિંગ હોસ્પિટલ સામે 150 ફૂટ રીંગ રોડ, (વરીયાળી) શ્રી રામ મસાલા ભંડાર (મંડપ) શ્રી રામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસે 150 ફૂટ રીંગ રોડ, (મેથીના કુરિયા લુઝ) શ્રી રામ મસાલા ભંડાર (મંડપ) શ્રી રામ મસાલા માર્કેટ નાના મવા સર્કલ પાસે, 150 ફૂટ રીંગ રોડ, (જે. કે. સ્પાઈસીસ અજમો) જય સોમનાથ મસાલા (મંડપ) જય ખોડિયાર મસાલા બજાર સ્ટર્લિંગ હોસ્પિટલ સામે 150 ફૂટ રીંગ રોડ, (હોનેસ્ટ રેડ ચીલી પાઉડર) મીત રેસ્ટોરન્ટ ઓનેસ્ટ આઈસીઆઈસીઆઈ બેન્ક પાસે કોટેચા ચોક કાલાવડ રોડ, (હાથી ચીલી પાઉડર) શ્રીનાથ ટ્રેડીંગ 4 લાતી પ્લોટ મોરબી રોડ, (હાથી ટર્મરીક પાઉડર અને હાથી કોરીન્ડર ક્યુમીન પાઉડર) શ્રીનાથ ટ્રેડીંગ 4 લાતી પ્લોટ મોરબી રોડ ખાતેથી મસાલાના નમૂના લેવામાં આવ્યા હતા.



