રાજકોટના ઔધ્યોગિક વસાહતમાં બાતમી આધારે પીસીબીનો દરોડો
બે શખ્સોની ધરપકડ, સૂત્રધારની શોધખોળ: 11.74 લાખનો મુદ્દામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે ત્યારે પીસીબીની ટીમે બાતમી આધારે ઔધ્યોગિક વસાહમાં દરોડો પાડી બુટ અને ચપ્પલના કોથળામાં સંતાડી મંગાવેલો પોણા ચાર લાખના દારૂ સાથે બે શખ્સોને ઝડપી લઈ સૂત્રધારની શોધખોળ હાથ ધરી 11.74 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા આર્મ્સ એક્ટ મુજબ ગેરકાયદેસર હથિયાર રાખતાં શખ્સોને પકડી પાડવાની આપેલ સૂચનાથી પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ જે હૂણં અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના સંતોષભાઈ મોરી, હરદેવસિહ, વીરેન્દ્રસિહ અને દેવરાજભાઈને મળેલી બાતમી આધારે ભારત ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સુમન ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડતા બુટ અને ચપ્પલના કોથળા ભરેલું એક આઇસર મળી આવ્યું હતું જે તોડીને ચેક કરતાં અંદરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દિલ્હીના મહેશ ઉર્ફે મોનું ગોપાલભાઈ ચૌહાણ અને અણમોલ પાર્ક રાજકોટના જાવેદ રહીશભાઈ શેખને 3,74,496 રૂપિયાની કિમતની 2304 બોટલ દારૂ સાથે ઝડપી લઈ 11.74 લાખનો મુદામાલ કબજે કરી પૂછતાછ કરતાં રામનાથપરાના સોહિલ યુસુફભાઈ થઈમનું નામ ખૂલતાં તેની શોધખોળ હાથ ધરી છે.