પશુપાલકોમાં ખુશીની-લાગણી, રૂ.10નો વધારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજકોટ દૂધ ઉત્પાદક સંઘે દૂધની ખરીદીના ભાવમાં વધારો કર્યો છે,જેમાં દૂધની ખરીદીના ભાવમાં રુ.10નો વધારો કર્યો છે,પ્રતિકિલો ફેટ ઉપર રુ. 800 ચૂકવવામાં આવશે જેના કારણે નવા ભાવથી 50 હજારથી વધુ દૂધ ઉત્પાદકોને ફાયદો થશે,તો પશુપાલકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટ દૂધ સંઘ નિયામક મંડળે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.10નો વધારો કરી પશુપાલકોને ભેટ આપી છે. આ ભેટના કારણે હજારો પશુપાલકોને ફાયદો થશે અને તેમને વધુ રૂપિયા મળશે,તો ઉનાળાના સમયમાં દૂધનું ઉત્પાદન સરેરાશ ઓછું રહેતું હોય છે.હાલમાં ઉનાળાની શરૂઆત થતા જ ગરમીને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને ધ્યાનમાં રાખીને આર્થિક રીતે મદદ થવાના ઉદ્દેશથી સંઘના નિયામક મંડળે પ્રતિ કિલો ફેટ રૂ.10નો ભાવવધારો કરવામાં આવ્યો છે.
- Advertisement -
દૂધ સંઘ દ્વારા દૂધ મંડળીઓને રૂ.790 ચૂકવવામાં આવશે અને દૂધ મંડળીઓ દૂધ ઉત્પાદકોને રૂ.785 પ્રતિ કિલો ફેટના ભાવ ચૂકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલા 50 હજારથી વધુ દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. દુધ ઉત્પાદકોને આ ભાવવધારાથી આર્થિક ફાયદો થશે.