હનુમાન જયંતીના દિવસે હનુમાન ચાલીસા તથા રામધૂનનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જ્યશેખર સુરીશ્વરજીની પ્રેરણાથી એટલાન્ટિસ હિલ્સ રૈયાધાર રાજકોટમાં ઘર દેરાસરમાં શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની તારીખ 4 એપ્રિલથી શરૂ કરીને સતત 9 દિવસ એટલે કે તારીખ 12 એપ્રિલ સુધી આંગી કરવામાં આવી રહી છે. દરરોજ રાત્રે 8 વાગ્યે સમૂહ આરતી તેમજ સ્તવન અને ભાવના સૌ સાથે મળીને કરે છે. પરિવાર ભાવનામાં માનનારા એટલાન્ટિસ હિલ્સ પરિવાર દ્વારા હનુમાન જયંતીના દિવસે પણ હનુમાન ચાલીશા તથા રામધુનનું તા. 12નાં સાંજના 5 વાગ્યાથી હનુમાન ભક્ત દિનેશભાઈ સવસાણીના કંઠે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. પધારેલ ભાવીકો માટે પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવનાર છે. સમગ્ર કાર્યને સફળ બનાવવા માટે શ્રી વિપુલભાઈ દોશી, મહેશભાઈ મણીયાર નીતેશભાઇ શાહ, ચિરાગ મહેતા, યતીન સુરેજા, અશ્વિન રૂપાપરા, કીર્તિ શાહ, સુધીર પટેલ, પંકજ મડીયા, ભાવેન મોદી, વિરાજ અદાણી, પાર્થ વોરા,ધવલ મહેતા,વિમલ વોરા ,ધ્યાની સુખડિયા, લીના મહેતા, નિશાંત વોરા, ભરત મહેતા, કેવલ સુખડિયા, હેનીલ કોઠારી, દિવ્યા કોઠારી, શ્રુતિ કોઠારી, અર્પિત કોઠારી, પરાગ દોશી, પરેશ રાઘાણી, શૈલેષ પટેલ, દેવેન કોઠારી, પ્રવીણ નાંઢા, ભરત મહેતા, બીમલ મહેતા, નીકેતા શાહ, મોના કોઠારી, મુકેશ કોઠારી, હીના વોરા, રોમા દોશી, માયા રાઘાણી, રિધિકા વોરા, યક્ષાંગી વોરા, હેમા મોદી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.