બે લાખથી વધુના વિદેશી દારૂ સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
ધ્રાંગધ્રા તાલુકા પોલીસનો સ્ટાફ ગત રાત્રી દરમિયાન પેટ્રોલીંગમાં હોય તેવા સમયે માલવણ તરફથી એક કર્મ દારૂ લઈ જવાતો હોવા અંગેની બાતમીને આધારે કુલદીપસિંહ ઝાલા, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજીયા સહિતની ટીમ દ્વારા હાઇવે પર વોચ રાખતા નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર શંકાસ્પદ હાલતમાં નીકળતા આ કારણે ઊભી રખાવવા માટેના પ્રયત્નો કરવા છતાં કાર ચાલકે હાઈવે પર ભગાડી મૂકી હતી જેથી પોલીસે કારનો પીછો કરી થોડે દૂર કારને આતરી લઈ કાર ચાલક જેઠારામ ખેતારામ જાખડ રહે: બાળમેર વાળાને ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક શખ્સ નાશી છૂટ્યો હતો આ તરફ કારમાં તપાસ કરતા બિયર 1056 નંગ કિંમત 1.32 લાખ રૂપિયા, વિદેશી દારૂની 120 નંગ બોટલ કિંમત 76,920 રૂપિયા, એક મોબાઇલ કિંમત 5000 રૂપિયા તથા સ્કોર્પિયો કાર કિંમત પાચ લાખ એમ કુલ મળી 7,13,920 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી નાશી ગયેલ કૈલાશકુમાર મંગનારામ જાટ રહે: રાજસ્થાન વાળા સહિત બંને ઈસમો વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.