ડૉ. મહાદેવપ્રસાદ મહેતાની જન્મભૂમિમાં ભાગવત સપ્તાહ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.22
ચૈત્ર માસ ચાલી રહ્યો છે. ચૈત્ર માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે તાલાલા તાલુકાના ઉમરેઠી ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 13 એપ્રિલથી ભવ્ય પોથીયાત્રા સાથે ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે. કથાનું રસપાન ઉમરેઠીની પાવન ભૂમિ ઉપર જન્મ લેનાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવનાર કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતા કરાવશે. મહત્વની વાત એ છે કે આ કથાનું આયોજન ગામની મહિલાઓએ કર્યું છે. ગામના ગોપી મંડળે કથા માટે ફંડ એકત્ર કર્યું હતું અને કથાને ટહેલ કરી હતી. મહિલાઓને આ ટહેલને ગ્રામજનોએ વધાવી લીધી હતી અને ગામના લોકો એકસૂટ થઈને ધાર્મિક કાર્યક્રમને સમાપન તરફ લઈ જશે.
- Advertisement -
આંતરરાષ્ટ્રીય કથાકાર શાસ્ત્રી ડો. મહાદેવપ્રસાદ મહેતાનો જન્મ ઉમરેઠી ગામમાં થયો છે. ઉમરેઠી ગામના દરેક પ્રસંગમાં ડો. મહેતાનું માર્ગદર્શન રહે છે અને જન્માષ્ટમી, દિવાળી જેવા તહેવારમાં ડો. મહેતાનું સંપૂર્ણ સમર્પણ રહે છે. ત્યારે પોતાના જન્મસ્થળમાં કથાનું આયોજન એક અનેરો અવસર છે. ડો. મહેતાના વ્યાસપીઠ ઉપરથી કથાનું રસપાન કરાવશે. 13 એપ્રિલના ઉમરેઠી ગામ આવેલા રામદેવપીરના મંદિરેથી પોથીયાત્રા નીકળશે. ગામના મુખ્ય માર્ગો ઉપર ફરીને રામશ્યામ શિવ મંદિર પ્રાંગણમાં પહોંચશે અને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે અને 19 એપ્રિલના કથાનું સમાપન થશે. કથાના સાત દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થશે. તેમજ રાત્રીના ગોપી સત્સંગ, હનુમાન ચાલીસા, કાન ગોપી, લોકડાયરો વગેરે કાર્યક્રમ યોજાશે. કથાનું રસપાન કરવા આવતા લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય સવારે 9 થી બપોરના 12:30 વાગ્યા સુધી ચાલશે. ઉમરેઠી ગામમાં યોજનાર કથાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમજ કથા દરમિયાન અતિથિ દેવો ભવ: સૂત્રને સાર્થક કરવા માટે ગ્રામજનો અને ગોપી મંડળકટિબદ્ધથયાછે.



