2024-25નાં વાર્ષિક હિસાબોને મળશે બહાલી
નવા વર્ષના ભાવી પ્રોજેક્ટ અંગે થશે ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શિક્ષણ, તબીબી, સંસ્કૃતિક અને મનોરંજન સહિતના ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સામાજિક સંસ્થા સરગમ કલબની વાર્ષિક સાધારણ સભા આગામી .તા 13/04/25 ને રવિવારે સાંજે 7/00 વાગ્યે હેમુગઢવી હોલમાં રાખવામાં આવી છે.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ વાર્ષિક સાધારણ સભામાં વર્ષ 2024 – 25નાં હિસાબોને બહાલી આપવામાં આવશે સાથોસાથ નવા વર્ષના પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા થશે.
આ સાધારણ સભામાં રાજકોટના વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સરગમ કલબના કમિટી મેમ્બર, સરગમ કલબના સ્ટાફ મેમ્બર્સ, આમંત્રિતો, મહેમાનો અને સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહેશે.
આ વાર્ષિક સભામાં ફક્ત સરગમ જેન્ટ્સ કલબના સભ્યોને હાજરી આપવા અને આઇકાર્ડ સાથે રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. આઈકાર્ડ વગર પ્રવેશ મળશે નહી. આ સભામાં સભ્યના કોઈ ગેસ્ટને પ્રવેશ આપવામાં નહી આવે તેમ સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ સરગમ ક્લબના
મંત્રી મૌલેશભાઈએ યાદીમાં જણાવાયું છે.