રાજકોટના હેડગેવાર ભવન ખાતે મીટીંગ યોજાઈ: નવનિર્માણ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય શરૂ કરવા સભ્યો કામે લાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવનિર્મિત કાર્યાલય નિર્માણ સમિતિ જાહેર કરાય છે. આ કમિટીની મીટીંગ હેડગેવાર ભવન રાજકોટ ખાતે યોજાઈ હતી. જેમાં એ.બી.વી.પી.ના પૂર્વ કાર્યકર્તાઓ દ્વારા 2 વર્ષમાં કાર્ય પૂર્ણ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રોફેસર દુધરેજીયાએ બાંધકામની વિગતો અને ટેકનિકલ માહિતી રજૂ કરી હતી અને પૂર્વ વાઈસ ચાન્સેલર જીટીયુ નવીનભાઈ શેઠ દ્વારા આર્થિક સહયોગમાં જૂના કાર્યકર્તાઓની સંપર્ક યોજના અંગે માહિતી આપી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂના કાર્યકર્તાઓ અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોનો વ્યાપક સંપર્ક અભિયાન કરી આ નવનિર્માણ પામી રહેલ કાર્ય અંગે સૌને વાકેફ કરવા જણાવ્યું હતું. તેજસભાઈ ભટ્ટી વિવિધ ક્ષેત્રના લોકો સાથે આ કાર્યોમાં જોડી અને નવનિર્માણ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય શરૂ કરવા પરિષદના કોર કમિટીના સભ્યો આજથી જ આ અભિયાનમાં જોડાઈ અને પોતાનું તથા પોતાના દ્વારા અન્ય લોકોને આ નિર્માણ પામનાર કાર્યાલય માટે તન, મન, ધનથી સાથ સહકાર આપવા અપીલ કરી હતી. આ બેઠકમાં માધવભાઈ દવે, નેહલભાઈ શુક્લ, રક્ષિતભાઈ કલોલા (એ.જી.પી.), હિમાંશુભાઈ પારેખ અને રવિસિંહ ઝાલા, નવીનભાઈ પટેલ સહિતના પરિષદના પૂર્વ અને વર્તમાન કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
આ સમગ્ર બાંધકામ સમિતિને માર્ગદર્શન કરવા માટે ડોકટર સંજીવભાઈ ઓઝા અને મહેશભાઈ જીવાણી તથા મોહિતસિંહ પ્રદેશ કક્ષાએથી રાજકોટમાં આવશે.