વેરો ભરવાના સ્થળ પર કાળઝાળ ગરમીને ધ્યાને લઈને જરૂરી બેઠક વ્યવસ્થા અને પીવાના પાણીની સુવિધા કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-09-04-2025ના રોજથી વેરાની વસુલાત ચાલુ કરવામાં આવી છે. તારીખ:-09-04-2025ના રોજ 13:15 વાગ્યા સુધીમાં કુલ 6,366 કરદાતા દ્રારા રૂ.2.99 કરોડની વસુલાત કરાઈ છે. જેમાં કુલ 4,723 કરદાતા દ્રારા ઓનલાઇન રૂ.2.19 કરોડ તથા 1,643 કરદાતા દ્રારા ચેક તથા રોકડાથી રૂ.0.71 કરોડ આવક થઇ છે. ભરપાઈ કરેલ કુલ વેરામાં 37 લાખ જેટલી રકમનું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તમામ ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે મિલ્કતવેરા તથા પાણી વેરો સ્વીકારવામાં આવે છે. આ બાબતે ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસમાં છાંયડા, પીવાના પાણી તથા જરૂરી બેઠક વ્યવસ્થાની સુવિધા કરવામાં આવી છે.