જૂનાગઢ મનપાની એક વર્ષ દરમિયાન કડક કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ મનપા દ્વારા છેલ્લા એક વર્ષ દરમ્યાન જાહેરમાં ગંદકી કરતા 1210 આસામીઓ પાસેથી 10,32,000 નો દંડ વસુલવામાં આવ્યો હતો. તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન કરતા 4 એકમો, વેચાણ અને સંગ્રહ કરતા 7 એકમો સીલ કરવામાં આવ્યા હતા. તેમજ 372 આસામીઓ પાસેથી 5,26,000નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ કામગીરી મનપા કમિશનર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ એ.એસ. ઝાંપડા, ડી.જે.જાડેજા, કલ્પેશ ટોલીયાની સુચના મુજબ જાહેરમાં ગંદકી કરતા વેપારીઓ, ઉત્પાદન કરતા, વેચાણ કે સંગ્રહ કરતા આસામીઓ પાસેથી વસુલવા અને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. તેમ જનસંપર્ક અધિકારીએ જણાવ્યું છે.



