સ્કૂલ ફી ભરવા માટે દબાણ કરતા હોવાનો ઓડિયો વાયરલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
લીમડી બાદ હવે ધ્રાંગધ્રા ખાતે ખાનગી સ્કૂલ દ્વારા વિધાર્થીના વાલીને ફી મુદ્દે ધમકાવતા અને દબાણ કરતા હોવા અંગેનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં ધ્રાંગધ્રા ખાતે આવેલી અને હંમેશા વિવાદમાં રહેતી સેન્ટ હિલેરી સ્કૂલ ખાતે નવો વિવાદ જાગ્યો છે જેમાં સ્કૂલના સંચાલક દ્વારા વિધાર્થીના વાલીને ફોન પર સ્કૂલ ફી ભરી જવા માટે દબાણ કરવામાં આવે છે જોકે વાલી સોમવારે સ્કૂલ ફી ભરવાનું કહેતા સ્કૂલ સંચાલક સ્પષ્ટ મનાઈ કરીને જો ફી નહીં ભરે તો બાળકને પરીક્ષા આપવા નહીં દે તેવી ગર્ભિત ધમકી આપે છે ત્યારે આ પ્રકારની સ્કૂલ અને સંચાલકો બાળકોના ઉજ્જળ ભવિષ્ય કરતા વધુ પોતાનું ભવિષ્ય બનાવવા અને રૂપિયા માટે બાળકોનું ભવિષ્ય પણ બગડવા માટે તૈયાર થઈ જતા હોવાનું સ્પષ્ટ પણે નજરે પડે છે. તેવામાં આ પ્રહરની સ્કૂલને તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારે આ પ્રકારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ધ્રાંગધ્રાની સેન્ટ હિલેરી સ્કૂલ અને સંચાલકો સામે રોષ જોવા મળે છે.



