નિવૃત્ત કર્મચારી મંડળોએ બેઠક યોજી અને રેલી સાથે વિરોધ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા નિવૃત્ત કર્મચારીઓના પ્રશ્નોને લઇ બેઠકનું આયોજન કરાયું છે. આથી તા.3-4-2025ના રોજ ગુરુવારે સુરેન્દ્રનગર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળ સંસ્થાની ઓફિસ જૂના જંક્શન પાસે સવારે 10-30 કલાકે પેન્શનરો સાથે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભારત સરકાર દ્વારા પેન્શનરોના આર્થિક નુકસાન થાય તેવો એક કાયદો લોકસભામાં તા.25-3-2025ના રોજ પસાર કરેલ છે. તેના વિરૂધ્ધમાં પેન્શનરોએ અવાજ ઊઠાવવો જરૂરી છે. આથી આ મિટીંગમાં આ મુદ્દા પર પેન્શનરો સાથે ચર્ચા કરાશે.
- Advertisement -
આ બેઠકમાં જિલ્લાના નિવૃત્ત કર્મચારી મંડળના સભ્યો ઉપસ્થિત રહેવાના હોવાનું હોદ્દેદારોએ જણાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ વાય.બી. રાવલ દ્વારા તેમજ એઆઇઆરઆર એફ વેસ્ટ ઝોનનાં વર્કિંગ પ્રેસિડેન્ટ ડી.આર. ત્રિવેદી ભાવનગરથી વર્ચ્યુઅલ સંબોધન કરી પેન્શનરોને વિધેયક અંગે સંપૂર્ણ વિસ્તૃત જાણકારી આપી હતી. રેલ પેન્શનરોએ આજની મિટીંગમાં હાજર રહી આગળની લડાઇ અંગે એક અવાજે તૈયારી બતાવી છે.
ઇજગક કર્મીઓએ રેલી યોજી બીએસએનએલના પેન્શનરો 3-4-25 ગુરુવારે સવારે 10-30 વાગે એકત્ર થઈ, પેન્શનરોના આર્થિક નુક્સાન અંગે જે સાંસદમાં પસાર કરવામાં આવ્યા છે તેના વિરોધમાં જિલ્લાભરથી પેન્શનર બીએસએનએલ મુખ્ય કચેરીએ મોટી સંખ્યામાં આવી પેન્શનરો વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય સહસચિવ એમડી અતાઉલ્લાખાને જણાવ્યું કે, જો નિર્ણય પરત નહીં લેતો પ્રદર્શન કરી રેલી કઢાશે.