વધુ પડતી ગરમી અને ઉકળાટથી રહીશો ત્રાહિમામ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
રાજ્યમાં ગરમીન સિઝનની શરૂઆત સાથે જ અનેક જિલ્લામાં ગરમીનો પારો વધી રહ્યો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી ગરમીનો પારો સૌથી ઉપર નજરે પડી રહ્યો છે. સુરેન્દ્રનગર જીલ્લામાં ગરમીના લીધે બપોરના સમયે બજારો સુમસામ જોવા મળી રહી છેં. બપોરના બાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી તો બજારોમાં કરફ્યુ હોય તેવી સ્થિતિ જોવા મળે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રહીશો ગરમીથી બચવા માટે ઠંડાપીણા, લીંબુ સરબત કે પછી શેરડીના રસનું સેવન કરી રહ્યા છે. ત્યારે આ ગરમીના સમયમાં સાવચેત રહેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ જરૂરી ગેડલાઇન જાહેર કરી લોકોને અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને સિનિયર સિટીઝનો, સગર્ભા મહિલાઓ અને બ્લડ પ્રેશરના દર્દીઓ તથા નાના બાળકોને શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર જવાનું ટાળવું અને જે અન્ય લોકો કામ અર્થે બહાર નીકળે ત્યારે કોટનના કપડા પહેરીને નીકળે તેમજ ક્યારેય ઉલટી થવી ચક્કર આવવા સહિતના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલનો સંપર્ક કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે હજુ તો ઉનાળાની સીઝનની શરૂઆત છે અને તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 42 ડીગ્રીને પાર થઈ ચૂક્યો છે તેવા સમયે જિલ્લાના રહીશો અને શ્રમિકો દ્વારા પોતાના અને પરિવારને હવામાન વિભાગની ગાઇડ લાઇન મુજબ રોજિંદા જીવનમાં ફેરફાર કરવા જાહેર અપીલ કરવામાં આવી છે.



