21 એપ્રિલથી ‘ખાસ-ખબર’ આયોજીત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
‘ખાસ-ખબર’ પોતાના ક્રિએટિવ લે-આઉટ, અગ્રેસિવ ક્ધટેન્ટ ઉપરાંત આકર્ષક ઈવેન્ટ માટે જાણીતું છે. આવનારા દિવસોમાં ક્રિકેટરસિકો માટે ‘ખાસ-ખબર’ એક આકર્ષક ઈવેન્ટ લઈ આવી રહ્યું છે. ‘ખાસ-ખબર’ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આગામી તા. 21 એપ્રિલથી 4 મે દરમિયાન કરવામાં આવ્યું છે. જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ શાસ્ત્રીમેદાન ખાતે યોજાનાર 14 દિવસીય આ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટ આઠ લાઈટીંગ ટાવર હેઠળ રમાશે અને એલઈડી સ્ક્રીન સહિત યુટ્યુબ-ફેસબૂક પર તેનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટની તમામ મેચનું અમ્પાયરિંગ સ્ટેટ પેનલનાં અમ્પાયર દ્વારા કરવામાં આવશે. આ ટૂર્નોમેન્ટમાં રાજ્યભરમાંથી અલગ-અલગ 64 ટિમ ભાગ લેશે. આ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમ ઉપરાંત રનર્સ-અપ ટીમને મોંઘેરા ઈનામ આપવામાં આવશે. આ સાથે જ મેન ઓફ ધી મેચ, મેન ઓફ ધી સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટરને પણ આકર્ષક ઈનામ આપવામાં આવશે. સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન ‘ખાસ-ખબર’ ન્યૂઝ, સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ, સત્તાધાર ક્રિકેટ કેમ્પ, પંચનાથ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
રાજ્યભરમાંથી 64 ટીમ ભાગ લેશે: 21 એપ્રિલથી 4 મે સુધી જામશે ક્રિકેટ જંગ
ગ્રાઉન્ડ પર 8 લાઈટીંગ ટાવર, LED સ્ક્રીન: યુટ્યુબ-ફેસબૂક પર લાઈવ પ્રસારણ
- Advertisement -
ચેમ્પિયન, રનર્સ-અપ, મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝને ઈનામોની વણઝાર