સરકારી જમીનમાંથી 60 વીધા વાવેતર કરી દબાણ કરતા લેખિત રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
રાજ્યમાં સરકારી અને ગૌચર જેમનો પર રાજકીય નેતાઓ અથવા તો તેઓના મળતિયાઓ દ્વારા કબ્જો કરી ગેરકાયદેસર દબાણો ઊભા કરાય છે. સરકારની આ પ્રકારે હજારો હેક્ટર જમીન પર દબાણ કરી વાવેતર કરવામાં આવે છે. આ પ્રકારે ધ્રાંગધ્રા તાલુકાના બાઈસાબગઢ ગામે પણ શ્રી સરકાર જમીન પર ગામના શાખા દ્વારા 60 વિધા જેટલી જમીન પર કબજો કરી તેમાં છેલ્લા કેટલાય વર્ષોથી વાવેતર કરવામાં આવી રહ્યું છે. સરકારી જમીન પર દબાણ કરનાર શખ્સ દ્વારા અન્ય માલિકીની ખેતી લાયક જમીન તરફ જવા માટેનો રસ્તો પણ બંધ કરી ત્યાં પણ ખેડાણ કરી નાખ્યું છે. જેના લીધે અન્ય ખેડૂતોને પણ પોતાની વાડી સુધી જવા માટે આશરે ત્રણેક કિલોમીટર આંટો વધી જાય છે. સરકારી જમીન પર દબાણ ઊભું કરનાર શખ્સ સામે સ્થાનિક ખેડૂતો દ્વારા દબાણ હટાવવા માટે લેખિત રજૂઆત પણ કરી છે અને જો લેખિત રજૂઆતમાં નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં લેન્ડ ગ્રેબિંગ મુજબ જિલ્લા કેલેક્ટરને ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવાઈ છે.



