કાર્ડનાં દર્દીઓ પાસેથી ગેરકાનૂની પૈસા પડાવવા માટે આયુષ્માન બદનામ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં કેટલીક હોસ્પિટલમાં જાણે કતલખાના ખુલી ગયા છે અને આવી હોસ્પિટલમાં ડોક્ટર કસાઈ બની દર્દીઓનું કત્લેઆમ કરી રહ્યા છે. રાજકોટના પુનિતનગર પાસે આવેલી આયુષ્માન હોસ્પિટલમાં પણ ડોક્ટરો કસાઈ બની દર્દીઓનું કત્લેઆમ કરી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આયુષ્માન હોસ્પિટલના ડો. ધવલ અજમેરા અને હોસ્પિટલ સ્ટાફની ગંભીર બેદરકારીને કારણે એક યુવાન મૃત્યુ પામ્યો હોવાના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે.
આજથી થોડા સમય પહેલા શહેરના વાવડી વિસ્તારમાં આવેલી આયુષ્માન હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ હોય તો પણ વધારાના પૈસા પડાવાતા બહાર આવ્યું હતું. આ ઘટનાના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે મનપાને તપાસના આદેશ આપ્યા હતા. મનપાએ આ મામલે તપાસ પૂર્ણ કરી હોસ્પિટલને કસૂરવાર ઠેરવી આકરા પગલાં લેવા માટે ભલામણ કરી હતી. મનપાની તપાસ કમિટીએ દર્દીઓના સગાનું નિવેદન લઈ 10000 રૂપિયા હોસ્પિટલને આપ્યા હોવાની નોંધ કરી હતી. ત્યારબાદ હોસ્પિટલનુ નિવેદન લેવામાં આવતા તેઓએ પણ દર્દીના સગા પાસેથી 10000 રૂપિયા લીધા હોવાનો સ્વીકાર કર્યો હતો.
આયુષ્માન ભારત યોજનામાં સ્પષ્ટ ગાઈડલાઈન છે કે કોઇપણ બાબતે દર્દી પાસેથી રકમ લઈ શકાય નહીં. ડિપોઝિટ પણ લેવાની નથી. આ ઉપરાંત ડિપોઝિટ હોય તો દર્દીને તે અંગે કઈ પહોંચ અપાઈ છે તે માગવામાં આવતા પહોંચ ન અપાઈ હોવાનું નિવેદન આપ્યું હતું. પહોંચ ન આપતા જ હોસ્પિટલના સત્તાધીશોના ઈરાદા સ્પષ્ટ થઈ ગયા હતા. આ કારણે મનપાની તપાસ કમિટીએ તપાસ રિપોર્ટ તૈયાર કરીને હોસ્પિટલે ગેરકાયદે નાણાં વસૂલ્યા હોવાનું નોંધવા ઉપરાંત પગલાં લેવા માટે અભિપ્રાય આપ્યો હતો. આ સિવાય પાછલા વર્ષમાં આયુષ્માન હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ જેટલા દર્દીઓની સારવાર થઈ છે તેને પણ પૂછીને વધારે નાણાં મેળવ્યા છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ તેમજ આ હોસ્પિટલની બેદરકારીનો ભોગ કોણ કોણ બન્યા છે અને વધુ દર્દીઓ ભોગ ન બને તે માટે આ હોસ્પિટલ અને તેના ડોક્ટરોનું લાયસન્સ કેન્સલ કરવું જોઈએ.
- Advertisement -
ડૉ. ધવલ અજમેરાની બેદરકારીને કારણે યુવાનનું મૃત્યુ થયું અને વિવાદમાં આવેલી હોસ્પિટલ અગાઉ પણ કોઠા-કબાડાં કરી ચૂકી છે