બ્રહ્મસમાજ લાલઘૂમ
સ્વામિનારાયણ સંપ્રદાયના ‘લીલાચરિત્રની વાતો’ પુસ્તકમાં પરશુરામ ભગવાનનું અપમાન થયું
- Advertisement -
પુસ્તકમાં ‘ભગવાન પરશુરામ સ્વામિનારાયણના સાધુના પગ ઝાલતા હોય’ તેવો ઉલ્લેખ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્વામિનારાયણ સંપ્રદાયનું ભાગ્યે જ કોઈ એવું પુસ્તક હશે જેમાં હિંદુ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરવામાં ન આવ્યું હોય. સ્વામિનારાયણ સંપ્રદાયના ‘લીલાચરિત્રની વાતો’ નામના પુસ્તકમાં પરશુરામ ભગવાનનું અપમાન કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. લીલાચરિત્રની વાતો પુસ્તકના પાના નં. 185 પર પરશુરામને સાધુ મળ્યા અને મહારાજ માટે હાર આપ્યો શીર્ષક હેઠળ એક પ્રસંગમાં ભગવાન પરશુરામનું પણ અપમાન કરવામાં આવ્યું હોવાનું જણાય છે. ભગવાન પરશુરામ સાધુના પગ ઝાલતા હોય તેવો ઉલ્લેખ કરવામાં આવતા હવે બ્રહ્મ સમાજ લાલઘૂમ થયો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી તેમજ તેમના સાહિત્ય વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે.
- Advertisement -



