TRB જવાનને મૃતક ભાઇ સાથે માથાકૂટ ચાલતી હોવાની ચર્ચા
શંકાશીલ મોત લાગતા ફોરેન્સીક પી.એમ. અર્થે લાશ મોકલાઇ
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતેના એક રહેણાંકીય મકાનમાંથી એક યુવકની લાશ મળી હોવાનું પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.
ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે સર્વોદય સોસાયટીના નાકા નજીક આવેલ રહેણાંકીય મકાનમાં રહેતા ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ (ઉ.વ.37)ની મૃત હાલતે મળી આવ્યા હતા જેની જાણ તેના ભાઇ અને ટી.આર.બી.જવાન તરીકે ફરજ બજાવતા મયુરસિંહને થતાં મયુરસિંહે પાલિતાણા ટાઉન પોલીસને જાણ કરી હતી અને બાદમાં પોલીસે ઘટના સ્થળે જઇ લાશનો કબ્જો લઇ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મયુરસિંહે તેના ભાઇ ભગીરથસિંહ એકલા રહેતા હોય અને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું પરંતુ તપાસમાં પોલીસને મૃતક યુવક અંગે શંકા જણાતા ભગીરથસિંહની લાશને ફોરેન્સીક પી.એમ. અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે મોકલાઇ હોવાનું એ.એસ.પી. અંશુલ જૈન દ્વારા જણાવાયું હતું. જો કે, મૃતક અને તેના ભાઇ વચ્ચે 15 દિવસ પૂર્વે જ મિલ્કતનો ભાગ પાડ્યો હોવાનું અને તેના મનદુ:ખ બાબતે માથાકુટ ચાલી રહી હોય તે દિશામાં પણ તપાસ ચાલી રહી હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
બપોરના સમયે મૃતક યુવકની લાશ મળી આવતા અને શંકાશિલ મોત હોવાનું સામે આવતા પાલિતાણા ટાઉન પોલીસ, કઈઇ, ડોગ સ્કવોર્ડ, ઋજક સહિતની ટીમો ઘટના સ્થળે જઇ મૃતકના ઘરે તપાસ હાથ ધરી હતી.