નાસાની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે સવારે 3:27 વાગ્યે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે પૃથ્વી પર ઘરવાપસી કરી. કેપ્સ્યુલ પાણીમાં પડતાની સાથે જ આ કામગીરીમાં સામેલ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો.
ત્યારપછી સુનિતા વિલિયમ્સને બહાર કાઢવામાં આવ્યા હતા. કેપ્સ્યુલમાંથી બહાર આવતાં સુનિતાએ મારો હાથ લહેરાવ્યો અને સ્મિત કર્યું. તેમના બહાર આવતા જ તેમને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવ થઈ ગયો હતો. બુચ વિલ્મોર કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા છેલ્લા અંતરિક્ષયાત્રી હતા. તમામ લોકો ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
- Advertisement -
સુનિતા વિલ્યમ્સને ભારત આવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે ‘ભારતનાં પુત્રી તમો માઈલો દૂર છો, છતાં અમારા હૃદયની પાસે છો.’ મહા પ્રયાસે આખરે તે બંને અંતરિક્ષ યાત્રીઓ સુનિતા વિલ્યમ્સ અને બુચ વિલ્મોર ‘ડ્રેગન’ નામક કેપ્શ્યુલમાં બેસી અન્ય બે ક્રૂ મેમ્બર્સ સાથે મંગળવારે રાત્રે 1:05 મિનિટે (ન્યૂયોર્ક સમય) પૃથ્વી તરફ રવાના થયા હતા અને મોડી રાત સુધીમાં તેઓ પૃથ્વી પર ઘરવાપસી કરી ચૂક્યા છે.