ગૌ માતાને રાષ્ટ્રિય માતા તરીકે સ્વીકારવા સરકારને અપીલ કરાઈ
રાજકોટના કથાકાર તરીકે ભાગવતાચાર્ય રાજેશ ત્રિવેદીને મહર્ષિ વ્યાસ એવોર્ડ અપાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્યકક્ષા (અમદાવાદ) મેગા સમિટ – 4 માટે આયોજિત ધર્મસભા તા.15/3, શનિવારના રોજ કથાકાર, વેદાચાર્ય તથા જ્યોતિષ રત્ન માટે 300 થી વધુ સન્માન એવોર્ડ અપાયા જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય અમદાવાદના ક્ધવીનર યજ્ઞેશભાઇ દવે, ચૈતન્ય શંભુ મહારાજ, રાજેશભાઈ દવે, આત્માનંદ સરસ્વતીજી,મહા મંડલેશ્વર વિશોકાનંદજી, જીજ્ઞેશ દાદા, સોલા ભાગવત વિદ્યાપીઠ અનંતકૃષ્ણાજી તથા લાભશંકર પંડ્યા સહિત અનેક વિધ સંતો મહંતો વચ્ચે, વેદપાઠી બ્રાહ્મણોના મંત્રોચ્ચાર દ્વારા રાજકોટના કથાકાર તરીકે ભાગવતાચાર્ય રાજેશ એસ ત્રિવેદી (થોરીયાળી વાળા)ને મહર્ષિ વ્યાસ એવોર્ડ સંત શ્રી કાલિદાસજી હસ્તે એનાયત કરવામાં આવ્યો અને આ પ્રસંગે બ્રહ્મ સમાજ દ્વારા અને સંતો મહંતો દ્વારા ધર્મનો પ્રચાર પ્રસાર થયો, ગૌ હત્યા, બ્રહ્મ હત્યા તેમજ દીકરીઓ પર અત્યાચાર થતાં બંધ કરવા તેમજ વ્યસન મુક્તિ અંગે વક્તવ્યો અપાયા તેમજ ગૌ માતાને રાષ્ટ્રિય માતા તરીકે સ્વીકારવા રાજ્ય સરકારને અપીલ કરવામાં આવી હતી.