રાજકોટની જનતાને પધારવા સુરેન્દ્રસિંહ વાળાની અપીલ
રાજકોટ મનપા આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા સુરેન્દ્રસિંહ વાળાની અથાગ મહેનત
‘હિન્દી હાસ્ય કવિ સંમેલન’ હોલી કે રંગ હાસ્ય રસ કે સંગ કાર્યક્રમના આયોજનની પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થળ મુલાકાત કરતા સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.12/03/2025ના રોજ હોળી/ધુળેટી પર્વની ઉજવણી અંતર્ગત ‘હિન્દી હાસ્ય કવિ સંમેલન’ હોલી કે રંગ હાસ્ય રંગ કે સંગ કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રાત્રે 08:30 કલાકે આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ વરદ હસ્તે કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી, રાજકોટના સાંસદ, ધારાસભ્યો, ભાજપના અન્ય હોદેદારો, રાજકોટ મનપાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
હિન્દી હાસ્ય કવિ સંમેલન હોલી કે રંગ હાસ્ય રસ કે સંગના કવિઓમાં મનોહર મનોજ (કટની-હાસ્ય સમ્રાટ), ખુશ્બુ શર્મા (ન્યુ દિલ્હી-કવિતા અને ગઝલ), મુન્ના બેટરી (મંદસૌર-લાફ્ટર), સુમિત મિશ્રા (ઓરછા-દેશભક્તિ વીરરાસ), સુરેશ અલબેલા (મુંબઈ-લાફ્ટર ચેમ્પિયન), હિમાંશુ બવંડર (ઉજ્જૈન-લાફ્ટર) રાજકોટના શહેરીજનોને મોજ કરાવશે. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ શહેરીજનોને મનોરંજન પૂરું પાડવાના ઉમદા હેતુથી હોળી/ધુળેટી પર્વના ભાગરૂપે આયોજીત હોલી કે રંગ હાસ્ય રંગ કે સંગ હિન્દી હાસ્ય કવિ સંમેલન માણવા ઉમટી પડવા શહેરીજનોને નિમંત્રણ પાઠવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ રાજકોટના શહેરીજનોને મનોરંજન પૂરું પાડવા તેઓ હંમેશા તત્પર છે.