રાજકોટ – ખરીફ પાક તરીકે મગ ચોળી જેવા કઠોળ પાકોનું વાવતેર ધરાવતા ખેડૂતોએ મગમાં ફુલ/શિંગ બેસવાની અવસ્થાએ ઉભા પાકમાં નિંદામણ કરવું તથા પાકેલી શીંગો સમયસર વીણી લેવી. અડદમાં ફુલ/શિંગ બેસવાની અવસ્થાએ થડની માખીના ઉપદ્રવનું નિરિક્ષણ કરતા રહેવું, જો ઉપદ્રવ વધુ હોય તો ડીડીવીપી ૭ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. ચોળીમાં શીંગ પરીપકવતા અવસ્થાએ વાયરસને કારણે પીળા પડેલ છોસ ઉપાડીને જમીનમાં દાટી દેવા તથા પાકેલી શીંગો સમયસર વીણી લેવા તરઘડીયા સ્થિત સુકી ખેતી સંશોધન કેન્દ્રની ભલામણોમાં જણાવાયું છે.