ખનિજ ભરેલા ડમ્પર ચાલકે અધિકારીને ગોથે ચડાવ્યા હોવાનો વિડીયો વાયરલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફીયાઓ બેફામ થતા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ખનિજ ભરેલા ટ્રેકને રોકવા જતા અધિકારીને ગાંઠતા નહીં હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે આ વાત છે વઢવાણ પ્રાંત અધિકારીના સ્ટાફની જેમાં મોદી રાત્રે વઢવાણ પ્રાંત અધિકારીનો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર ખનિજ ભરેલા ડમ્ફર ને ઝડપી પાડવા માટે સ્ટાફ સાથે નીકળ્યા હોય પરંતુ આ વખતે સ્ટાફની પળો એવા ખનિજ માફિયા સાથે પડ્યો કે જે અધિકારીને એક બે અને સાડાત્રણ રાખતો હતો. અધિકારી સાથે સ્ટાફ દ્વારા હોવી પર નીકળેલા ખનિજ ભરેલા ડમ્ફરને રોકવા માટેના પ્રયત્નો કરતા ડમ્ફર ચાલકે અધિકારીને પણ ગાંઠ્યા નહીં અને પોતાનું વાહન લઈને વધુ સ્પીડથી નાશી છૂટ્યો હતો જેથી સ્ટાફ દ્વારા પણ આ ડમ્ફર ની પાછળ પોતાની કાર દોડાવી હતી લગભગ અડધી કલાક સુધી આગળ ડમ્ફર અને પાછળ તંત્રના સ્ટાફ એમ દોડ પક્કડ રમ્યા બાદ અંતે ડમ્ફર ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધાયો હતો. જોકે આ સમગ્ર પકડા પકડીને વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો છે જેમાં સ્પષ્ટ રીતે ખનિજ ભરેલ ડમ્ફર ચાલક અધિકારી અને સ્ટાફને ગોથે ચડાવતા નજરે પડે છે.