ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સહકારી પ્રવૃત્તિની અનેકવિધ શ્રેણીમાં જિલ્લા સ્તરે સહકારી ભંડારો ક્ષેત્રે સતત અગ્રેસર એવી સહકારી સંસ્થા રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર (અપનાબજાર) દ્વારા રાજકોટ જિલ્લા અને શહેરના પાઠ્ય પુસ્તક વિક્રેતાઓ સાથે પ્રતિ વર્ષ યોજવામાં આવતી બિઝનેશ મીટ સતત ત્રીજા વર્ષે આવતીકાલ તા. 8ના રોજ આયોજિત થયેલ હોવાનું સંસ્થાના ચેરમેન ભાગ્યેશ વોરા, વા.ચેરમેન દિપક ચાવડાની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
પાઠ્ય પુસ્તક પ્રકાશન કરતાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ ગાંધીનગર સાથેના અનેકવિધ પ્રશ્ર્નોના નિરાકરણ તથા પાઠય પુસ્તક વિતરકો તથા ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ ગાંધીનગર વચ્ચેના કડીરૂપ- સેતુ તરીકે કાર્ય કરતા અપનાબજાર દ્વારા વેપારી વર્ગ સાથેના આધુનિક ટેકનોસેવી વિતરણ સેવામાં અનેક સુધારાવધારા અંગેના સૂચનોને આ બિઝનેશ મીટમાં આવકારી નવા આયામો સિદ્ધ કરતી વિતરણ વ્યવસ્થામાં ઉપસ્થિત રહેવા જિલ્લાભરના પુસ્તક વિતરકોને આવતીકાલે તા. 8 સાંજે આયોજિત તૃતિય બીઝનેશ મીટમાં ખાસ ઉપસ્થિત રહેવા સંસ્થા ચેરમેન ભાગ્યેશ વોરા, વા.ચેરમેન દિપક ચાવડા સર્વે ડીરેકટર મહેન્દ્રભાઈ શેઠ, અરવિંદભાઈ સોજીત્રા, નટુભાઈ ચાવડા, પંકજભાઈ દેસાઈ, મહેશભાઈ કોટક, નયનાબેન મકવાણા, વિક્રમસિંહ પરમાર, ડો. જીજ્ઞાબેન પટેલ, ફૂલાભાઈ શિંગાળા, જયંતભાઈ ધોળકિયા દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.