રાજકોટમાં જીવલેણ અકસ્માતમાં બે લોકોના મોત
દહીંસરા ગામે વૃદ્ધનું અજાણ્યા વાહને હેડફેટે મૃત્યુ : પૌત્રીને ઈજા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરમાં વધુ બે જીવલેણ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.ત્યારે કાલાવડ રોડ પર સીટીબસના ચાલકે સાયકલ સવાર યુવકને અને દહીસરા ગામે અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધને ઠોકરે લેતા મોત નિપજયું હતું
શહેરમાં કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા દુર્ગશકુમાર હેમરાજ મીણા ઉ.19 નામનો યુવક સવારે સાયકલ લઈ જાગનાથમાં આવેલ કેબલની ઓફિસે કામ પર જતો હતો ત્યારે કણસાગરા કોલેજ સામે જીજે 03 બીઝેડ 4970 નંબરના સીટી બસ ચાલકે યુવકને હડફેટે લેતા હાથે-શરીરે ઈજા પહોંચી હતી બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા.અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડાયો હતો જયાં ટુંકી સારવાર દરમ્યાન યુવકે હોસ્પિ.ના બિછાને દમ તોડી દેતા હોસ્પિ.ચોકીના સ્ટાફે નોંધ કરી માલવિયાનગર પોલીસને જાણ કરી જરૂરી કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક મૂળ રાજસ્થાનનો વતની છે 1 વર્ષ પુર્વે જ કામ કરવા રાજકોટ આવ્યો હતો અને ત્રણ ભાઈ-બહેનમાં મોટો હોવાનું જાણવા મળ્યું છે.
તેમજ પડધરીના દહીસરા ગામે રહેતા સવજીભાઈ કાળાભાઈ ચાવડા ઉ.62 નામના વૃધ્ધ બપોરે બે વાગ્યા આસપાસ બાઈક ચલાવી જતા હતા.ત્યારે પડધરી મેલડી માતાજીના મંદીર પાસે પહોંચતા અજાણ્યા એકટીવાના ચાલકે ઠોકરે લેતા વૃધ્ધને માથે-શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડયા હતા.જયાં ટુંકી સારવાર દરમ્યાન વૃધ્ધે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પડધરી પોલીસે કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં મૃતકની પૌત્રી ધો.10ની પરિક્ષા આપવા પડધરી તાલુકામાં ગઈ હતી પરિક્ષા પૂર્ણ થતા પૌત્રીને તેડી પરત ઘરે આવતા હતા ત્યારે બનાવ બનતા પૌત્રીને પણ સામાન્ય ઈજા પહોંચી હોવાની મૃતકના સગાએ જણાવ્યું હતું મૃતક મજૂરી કામ કરતા હતા વૃધ્ધના મોતથી ત્રણ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.