દેશની સંસદને સંબોધન સમયે જબરો ઉન્માદ : અમેરિકા – અમેરિકા નારા લાગ્યા
મિત્રો કે દુશ્મન કોઈ ટેરીફથી બચી શકશે નહી : પ્રમુખ બન્યા બાદ અમેરિકી સંસદના સંયુક્ત સત્રને પ્રથમ સંબોધન : બાઈડનથી યુક્રેન સુધીનો ઉલ્લેખ
જેઓ અમેરિકા પર જેટલા ટેરીફ લાદશે તેટલા અમેરિકા વસુલ કરશે : ભારતના કૃષિ, આઈટી, ફાર્મા, ટેક્ષટાઈલ ક્ષેત્રને મોટી અસરની શકયતા
- Advertisement -
અમેરિકામાં શાસન સંભાળ્યાના પુરા બે માસ બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે દુનિયાના દેશો સામે ટેરીફ વોરની અમેરિકાની સંસદના સંયુક્ત સત્રમાં જાહેરાત કરીને ભારત પણ તેની ફાયરીંગ લાઈનમાં હોવાનો સંદેશ આપી દીધો છે. ભારે ઉતેજના અને ઉન્માદ વારંવાર અમેરિકા-અમેરિકા-અમેરિકાના રીપબ્લીકન સાંસદોના નારા તથા બાઈડન તંત્રની યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કી પ્રત્યે આકરા શબ્દો વચ્ચે ટ્રમ્પે ‘અમેરિકા ઈઝ બેક’ના નારો આપતા જાહેર કર્યુ કે દુનિયાના દેશોએ છટકામાંથી અમેરિકાને લુંટયુ છે પણ હવે હું તેમ થવા દઈશ નહી. મિત્રો કે દુશ્મનો જયાં અમેરિકા પર ટેરીફ લાદશે તેના પર અમેરિકા ટેરીફ લગાવશે જેનો પ્રથમ અમલ શરૂ થઈ ગયો છે. પોતાના પ્રથમ સંબોધનમાં ટ્રમ્પે ટેરીફથી લઈને ટ્રાન્ઝજેન્ડર અને યુક્રેનથી રશિયા તમામ મુદાઓ આવરી લીધા હતા.
ટ્રમ્પે જાહેર કર્યુ કે, તા.2 એપ્રિલથી ટેરીફ સામે ટેરીફ રેસીપ્રોકલ ટેરીફ શરૂ થશે. ટ્રમ્પે તેમના ઉદબોધનમાં ચીન, કેનેડા, મેકસીકો સાથે ભારતનું પણ નામ લીધુ હતું અને તા.2 એપ્રિલથી અમેરિકામાં આયાત થતા તમામ કૃષી ઉત્પાદનો પર 100% ટેરીફ વસુલવામાં આવશે તેવુ જાહેર કર્યુ હતું. ટ્રમ્પે જણાવ્યું કે આપણે કેનેડા-મેકસીકોને અબજો ડોલરની સબસીડી આપીએ છીએ પણ હવે અમેરિકા તેવું કરશે નહી. તેઓએ ચીન-તાઈવાનને નિશાન બનાવતા સેમીકન્ડકટર-ચીપના ઉત્પાદન માટે અમેરિકામાં વિદેશી કંપનીઓને ખાસ પ્રોત્સાહન આપવા જાહેરાત કરી હતી અને ટ્રમ્પે ફરી ટેરીફનો ઉલ્લેખ કરતા કહ્યું કે અગાઉ થયુ નથી તે હવે થશે.
તેઓએ ભારતનો સીધો ઉલ્લેખ કરતા કહ્યુ કે ભારત આપણી પાસેથી 100% ટેરીફ વસુલે છે અને ઓટો ટેરીફનો 100%થી પણ વધુ છે તો હવે અમેરિકામાં 100% ટેરીફ વસુલશે. તેઓએ ખાસ કૃષી ઉત્પાદનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે બહું ગંદા અને નકામા હોય છે તે ટેસ્ટીંગ વગર જ અમેરિકામાં વેચાય છે અને અમેરિકી ખેડુતોના હિતો જોખમાય છે. વિદેશી આયાત પર ટેરીફ અપાઈ અમેરિકાના ખેડુતોને સુરક્ષિત કરાશે. તેઓએ ભારત-ચીન વ્યાપાર નીતિ અમેરિકા માટે અન્યાય હોવાનું જાહેર કર્યુ હતું. તેઓએ સ્વીકાર્યુ કે તેનાથી થોડી મુશ્કેલ અમેરિકી જનતાને થશે પણ તેનો સામનો કરવો પડશે. તેઓએ કહ્યું કે, જે ઉત્પાદનોની કિંમત વધી છે તેમાં હું ખાતરી આપુ છું કે તે સસ્તી બનાવી આપીશ. મારી પ્રાથમીકતા આપણા અર્થતંત્રને બચાવવાની અને આપણા લોકોને રાહત આપવાની છે. હવે ટ્રમ્પની આ જાહેરાતથી ભારતના ફાર્મા, ટેક્ષટાઈલ, કૃષી, આઈડી સહિતના ક્ષેત્રોને અસર થશે. ભારતની નિકાસને પણ ફટકો પડી શકે છે.
- Advertisement -
શા માટે 2 એપ્રિલથી જ આ ટેરીફ! ટ્રમ્પે કારણ સમજાવ્યું
વોશિંગ્ટન: અમેરિકા દ્વારા દુનિયાભરમાં 100% ટેરીફ લાદવા માટે 2 એપ્રિલ 2025ની પસંદગી કરી તેનો જવાબ આપતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે હું તો તા.1 એપ્રિલથી જ આ ટેરીફનો અમલ મરવા માંગતો હતો પણ 1 એપ્રિલ એ ‘એપ્રિલ-ફુલ’ ડે છે અને તેથી કોઈ આ જાહેરાતને એપ્રિલ ફુલ ગણે નહી તેથી મે તા.2 એપ્રિલનો સમય પસંદ કર્યો છે.
ટ્રમ્પના પ્રથમ ભાષણની 10 મહત્ત્વપૂર્ણ વાતો…
1. ટિટ ફોર ટેટ ટેરિફ: ટિટ ફોર ટેટ ટેરિફ 2 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. અન્ય દેશો આપણા પર ભારે ટેરિફ અને કર લાદે છે, હવે આપણો વારો છે. જો કોઈ કંપની અમેરિકામાં પ્રોડક્ટ્સ બનાવી રહી નથી તો તેમણે ટેરિફ ચૂકવવો પડશે.
2. યુક્રેન યુદ્ધ: ઝેલેન્સ્કી યુક્રેન યુદ્ધને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માટે વાટાઘાટો માટે આવવા તૈયાર છે. અમે રશિયા સાથે ગંભીર વાતચીત કરી છે. અમને મોસ્કો તરફથી મજબૂત સંકેતો મળ્યા છે કે તેઓ શાંતિ માટે તૈયાર છે.
3. ઇમિગ્રેશન મુદ્દો: છેલ્લાં ચાર વર્ષમાં 21 મિલિયન લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્ર્યા છે. અમારી સરકારે અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટી સરહદ અને ઇમિગ્રેશન કાર્યવાહી શરૂ કરી છે.
4. જો બાઇડન: બાઇડન અમેરિકન ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ છે. તેમના કાર્યકાળ દરમિયાન દર મહિને લાખો ગેરકાયદેસર લોકો દેશમાં પ્રવેશતા હતા. તેમની નીતિઓને કારણે દેશમાં મોંઘવારી વધી.
5. ગોલ્ડ કાર્ડ વિઝા: અમે ગોલ્ડ કાર્ડ વિઝા સિસ્ટમ રજૂ કરવા જઈ રહ્યા છીએ. તે ગ્રીન કાર્ડ જેવું છે પરંતુ તેનાથી થોડું એડવાન્સ છે. આનાથી મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન થશે અને કંપનીઓને ફાયદો થશે.
6. પનામા કેનાલ અને ગ્રીનલેન્ડ: આપણે કોઈક રીતે પનામા કેનાલ પર નિયંત્રણ મેળવીશું. આ સાથે, અમે ગ્રીનલેન્ડને કોઈ ને કોઈ રીતે આપણા ક્ષેત્રમાં સામેલ કરીશું. અમે ત્યાંના લોકોનું રક્ષણ કરીશું.
7. WHO અને માનવ અધિકારો: અમેરિકાને ‘નકામી’ પેરિસ જલવાયુ કરાર, ‘ભ્રષ્ટ’ વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ઠઇંઘ) અને ‘અમેરિકા વિરોધી’ ઞગ હ્યુમન રાઇટ્સ કમિશનની જરૂર નથી. તેમાંથી બહાર આવીશું.
8. વાણી સ્વાતંત્ર્ય: અમે તમામ સરકારી સેન્સરશિપનો અંત લાવ્યા છીએ અને અમેરિકામાં વાણી સ્વાતંત્ર્ય પાછું લાવ્યા છીએ. અમે સરકારી મશીનરીનો નાશ કર્યો છે જેનો ઉપયોગ હથિયાર તરીકે થતો હતો.
9. તેલ અને ગેસ: અમેરિકા પાસે વિશ્ર્વના અન્ય કોઈપણ દેશ કરતાં વધુ ‘લિક્વિડ ગોલ્ડ’ (તેલ અને ગેસ) છે. અમે અલાસ્કામાં એક વિશાળ કુદરતી ગેસ પાઇપલાઇન બનાવવા જઈ રહ્યા છીએ. ઘણા દેશો આમાં અબજો રૂપિયાનું રોકાણ કરવા માગે છે.
10. સ્પેસ પ્રોગ્રામ: આપણે વિજ્ઞાનમાં નવી સીમાઓ આગળ વધારીશું, મનુષ્યોને અવકાશમાં મોકલીશું અને મંગળ પર અમેરિકન ધ્વજ ફરકાવીશું. આપણે દુનિયાએ ક્યારેય ન જોઈ હોય તેવી સૌથી અદ્યતન અને શક્તિશાળી સભ્યતાનું નિર્માણ કરીશું.