ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કન્નડ ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે તેની પાસેથી 14.8 કિલો સોનું મળી આવ્યું છે. દુબઈથી આવેલી રાન્યાને તેના બેલ્ટ સાથે બાંધેલા 14 કિલોની સોનાની લગડી અને 800 ગ્રામ સોનાના દાગીના સાથે પકડવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અભિનેત્રી પોલીસ મહાનિર્દેશક (પોલીસ હાઉસિંગ કોર્પોરેશન) રામચંદ્ર રાવની પુત્રી છે.
અભિનેત્રી 14 દિવસ માટે કસ્ટડીમાં
- Advertisement -
રાન્યા રાવ સોમવારે રાત્રે દુબઈથી અમીરાતની ફ્લાઇટમાં ભારત પરત આવી રહી હતી. છેલ્લા 15 દિવસમાં તે ચાર વાર દુબઈ ગઈ હોવાથી એજન્સીને પહેલાથી જ તેના પર શંકા હતી જ્યારે તે બેંગલુરુ એરપોર્ટ પહોંચી ત્યારે અધિકારીઓએ તેના પર નજર રાખી અને તપાસ કરતાં જાણવા મળ્યું કે તેણે ઘણું સોનું પહેર્યું હતું અને તેના કપડાંમાં કેટલીક સોનાની લગડીઓ છુપાવેલી હતી. ધરપકડ બાદ રાન્યા રાવને આર્થિક ગુના કોર્ટમાં રજૂ લઈ જવામાં આવી હતી જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે.
પોલીસ સાથેના સંબંધ વિશે તપાસ
રિપોર્ટ્સ અનુસાર એરપોર્ટ પર ઉતરતી વખતે રાન્યાએ પોતાને કર્ણાટક પોલીસ મહાનિર્દેશક (DGP) ની પુત્રી તરીકે ઓળખાવી અને સ્થાનિક પોલીસ કર્મીઓનો સંપર્ક કરીને પોતાના ઘર સુધી સુરક્ષાની માંગણી કરી. હવે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું કોઈ પોલીસ અધિકારી ખાસ કરીને તેમના IPS સંબંધીને આ બાબતની જાણ હતી કે પછી તેમને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.
- Advertisement -
સરકારી સુવિધાઓનો લીધો લાભ
મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોએ જણાવ્યું કે રાન્યા સરકારી પ્રોટોકોલ સેવાઓનો લાભ લઈને સુરક્ષા તપાસથી બચવામાં સફળ રહી. આ સેવાઓ સામાન્ય રીતે વરિષ્ઠ અમલદારો અને IPS અધિકારીઓ માટે હોય છે. એક પ્રોટોકોલ અધિકારી તેમને ટર્મિનલ પર મળશે અને તેમને એરપોર્ટની બહાર લઈ જશે. તે પ્રોટોકોલ અધિકારી સાથે હોવાથી તેની પણ તપાસ કરવામાં આવી ન હતી. એટલું જ નહીં રસ્તામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેને એરપોર્ટથી લેવા માટે સરકારી વેહિકલ પણ આવતું હતું.
DGPએ કહ્યું તેઓ આ બાબતથી અજાણ
જ્યારે આ બાબતે કર્ણાટકના DGP કે રામચંદ્ર રાવનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પોતાની પુત્રીની પ્રવૃત્તિ વિશે પોતે અજાણ હોવાનું જણાવ્યું અને તેમાં તેમનો કોઈ હાથ નથી તેમ કહ્યું. તેમણે કહ્યું કે રાન્યાના લગ્ન ચાર મહિના પહેલા જતીન હુક્કારી સાથે થયા હતા જે શહેરમાં હાઇ-એન્ડ પબ અને માઇક્રોબ્રુઅરીઝ ડિઝાઇનર આર્કિટેક્ટ છે. લગ્ન પછી રાન્યા તેના માતાપિતાને મળવા આવી નથી. તેમણે કહ્યું કે રાન્યા અને તેના પતિના વ્યવસાય વિશે તેમને કે તેમના પરિવારને કોઈ જાણકારી નથી. તેમણે કહ્યું કે તેમની પુત્રીએ જો કોઈ કાયદાનું ઉલ્લંઘન થયું હશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
દાણચોરીનો ભાગ છે કે નહીં તે અંગે તપાસ ચાલુ
ડીઆરઆઈના અધિકારીઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે રાવ એકલી કામ કરી રહી છે કે કે દુબઈ અને ભારત વચ્ચે કાર્યરત મોટી આંતરરાષ્ટ્રીય દાણચોરી ગેંગનો ભાગ છે? હાલમાં આ કેસમાં તપાસ ચાલી રહી છે અને રાન્યા કોના સંપર્કમાં હતી અને તેની દાણચોરીમાં કોણ કોણ સામેલ હતું તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાન્યા રાવે 2014માં સુપરસ્ટાર સુદીપ સાથે ફિલ્મ ‘માનિક્ય’ માં કામ કર્યું હતું આ સિવાય તે કેટલીક અન્ય સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી હતી.