તહેવારોમાં જાહેર માર્ગો પર નીકળતા લોકોને કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ
રાજકોટ – આગામી દિવસોમાં રક્ષા બંધન, જન્માષ્ટમી સહિતના વિવિધ તહેવારો આવી રહ્યા હોઈ, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઈ લોકો તહેવારોની ઉજવણી દરમ્યાન બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તેમજ વારંવાર હાથ સૅનેટાઇઝ કરે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે કોરોનાની ગાઈડલાઈન્સ અનવ્યે જારી કરેલા હુકમનુ પાલન કરવા બાકી રહેલા વેપારીઓએ વેક્સિનેશનનો ડોઝ લઈ વેપાર ધંધા કરે તેમ વહિવટી તંત્રએ અપીલ કરી છે. કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવાયુ છે.