કારમાં પાયલોટિંગ કરતી બેલડી સહિત પોરબંદર, દ્વારકાના ચાર ઝડપાયા, બે ટ્રક, કાર, દારૂ સહિત 65.67 લાખનો મુદ્દામાલ કબ્જે
બટેકા અને ચોખાની બોરીની આડમાં બે ટ્રકમાં લઈ જવાતો 35.42 લાખનો દારૂ ઝડપી પાડ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યભરમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે રાજકોટ એલસીબી ઝોન 1ની ટીમે બાતમી આધારે બામણબોર ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી કારમાં પાયલોટિંગ સાથે બે ટ્રકમાં બટેકા અને ચોખાની બોરીની આડમાં ઘુસાડવામાં આવતા 35.42 લાખના દારૂ સાથે પોરબંદર અને દ્વારકાના ચાર શખશોને ઝડપી લઈ દારૂ, બે ટ્રક, કાર, 5 મોબાઈલ, રોકડ સહીત 65,67,496 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટમાં દારૂ અંગે અસરકારક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની સૂચના અને એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 1ના પીએસઆઇ બી વી ચુડાસમા અને ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સત્યજીતસિંહ જાડેજા, રવિરાજ પટગીર, દિવ્યરાજસિંહ જાડેજા, હિતેષભાઇ પરમાર સહીતનાને મળેલી બાતમી આધારે બામણબોર ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળી પાયલોટિંગ કરતી કાર અને પાછળ આવતા બે ટ્રક જોવા મળતા કાર અટકાવી તેમાં બેઠેલા બે શખશો અને બંને ટ્રકના ડ્રાયવરને અટકાયતમાં લઈ નામઠામ પૂછતાં કારમાં બેઠેલાએ દ્વારકા ઘેલું જગાભાઈ કોડિયાતર, પોરબંદરના સુરા ભાયાભાઇ મોરી, ટ્રકચાલક પોરબંદરના દાસા સુખાભાઈ કોડિયાતર અને દ્વારકાના ભીખુ રૂપસંગભાઈ સોલંકી હોવાનું જણાવ્યું હતું બાતમીવાળા ટ્રક ચેક કરતા એક ટ્રકમાંથી બટેકાની બોરીઓની આડમાં સંતાડેલો અને બીજા ટ્રકમાંથી ચોખાની બોરીઓની આડમાં સંતાડેલો લાખો રૂપિયાનો દારૂ મળી આવતા તમામને એરપોર્ટ પોલીસ સ્ટેશને લઈ જઈ ગણતરી કરતા 35,42,496 રૂપિયાનો દારૂ હોય દારૂ, બે ટ્રક, એક કાર, 5 મોબાઈલ, રોકડ સહીત 65.67 લાખનો મુદામાલ કબ્જે કરી ચારેય વિરુદ્ધ એરપોર્ટ પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી ચારેયની ધરપકડ કરી કબ્જો એરપોર્ટ પોલીસને સોંપ્યો હતો પોલીસે ચારેયના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.