ખાસ -ખબરની વિશેષ રજૂઆત (ભાગ: 2)
એક હજાર વર્ષ પૂર્વે બનેલા ગુજરાતના પર્યટક સ્થળોમાં ધ્રાંગધ્રા પથ્થરનો ઉલ્લેખ
- Advertisement -
ધ્રાંગધાનો પથ્થર “ખારો પથ્થર” તરીકે ઓળખાય છે
ધ્રાંગધ્રા પંથકમાંથી નીકળતો પથ્થર એક હજાર વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે જ્યારે જેના પુરાવા સ્વરૂપે મોઢેરાના સૂર્ય મંદિરમાં નિર્માણ કાર્યમાં વપરાશ થયેલ પથ્થર ધ્રાંગધ્રા પંથકનો હોવાનું ઇતિહાસના સુવર્ણ અક્ષરોથી આજે પણ જોવા મળે છે. આ સાથે રાજ્યના એવા અનેક પર્યટક સ્થળો છે જે હાલ પુરાતત્વ વિભાગના દેખરેખ હેઠળ છે અને પુરાતત્વ વિભાગ આ પર્યટક સ્થળોને એક હજાર વર્ષ પૂર્વે નિર્માણ થયેલ દર્શાવે છે સાથે આ સ્થળ જે સમયે નિર્માણ થયા તે સમયે ધ્રાંગધ્રા પથ્થરનો ઉપયોગ થયો હતો. એટલે સ્પષ્ટ રીતે ધ્રાંગધ્રા પથ્થરનું મહત્વ છેલ્લા એક હજાર વર્ષથી કાયમ છે. જ્યારે “ખાસ-ખબર” દ્વારા ધ્રાંગધ્રા પથ્થર વિશે વધુ માહિતી મેળવવા માટે ધ્રાંગધ્રામાં ચાર પેઢીથી પથ્થરના કામ સાથે સંકળાયેલ ઘનશ્યામભાઈ સોમપુરા સાથે મુલાકાત કરી તેઓ દ્વારા જણાવ્યું હતું કે ” જ્યાં સુધી મને યાદ છે 11મી સદીથી ધ્રાંગધ્રાની પથ્થર પ્રસિધ્ધ છે. હજારો વર્ષ પૂર્વે ધ્રાંગધ્રાના વિસ્તાર પર દરિયો હતો જેથી દરિયામાં રહેલા ખરા પાણી અને કેટલાક તત્વો થકી આ પથ્થરનું નિર્માણ થયું હતું સમયાંતરે દરિયાનું ક્ષેત્રફળ ઓછું થતું હતું અને હજારો વર્ષ પૂર્વે બાદ ત્યાં જમીનમાં પેટાળમાં પથ્થર નિર્માણ થયો હતો જેથી ધ્રાંગધાનો પથ્થર “ખારો પથ્થર” તરીકે ઓળખાય છે. સાથે જ ગુજરાતના દરેક હેરિટેજ સ્થળોમાં મોટાભાગેના સ્થળોમાં ધ્રાંગધ્રા પથ્થરનો ઉપયોગ થયો છે. તે સમયે સામાન્ય રીતે કોઈ પાસે પરવાનો કે લીઝ નહિ હોવાથી પથ્થરને અવૈધ રીતે જ કાઢવામાં આવતો હતો. ધ્રાંગધ્રા પથ્થરની માંગ વધતા અંતે કેટલાક લેભગુ લોકો દ્વારા ધ્રાંગધ્રા પથ્થરની ગરિમા જાળવી શક્ય નહીં અને અંતે પથ્થરના દરેક ઇમારતો અને કામ ધીરેધીરે ઓછા થતા વર્ષ 2000માં પથ્થરના ધંધામાં મંદી આવતા લગભગ વીસથી વધુ પથ્થરના શિલ્પ કામ થતા સ્થળો બંધ થયા હતા. જ્યારે પથ્થર પરના શિલ્પકામમાં મંદી આવતા અનેક શિલ્પકારો ધંધા વગરના બન્યા હતા જેથી એક પ્રકારે ચિંતાનો વિષય પણ કહી શકાય અને આ ચિંતા કરનાર તે સમયમાં ધારાસભ્ય અને શહેરી વિકાસ મંત્રી આઇ.કે.જાડેજા દ્વારા પથ્થરની ઓળખ યથાવત રાખવા માટે ખૂબ પ્રયત્નો કરેલા હતા. જેમાં હાલના વડાપ્રધાન અને તે સમયમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે પણ આ વાર્તાલભ કર્યો હતો. (ક્રમશ)



