ખાસ-ખબર ન્યૂઝ મોરબી
સરકારી તંત્ર કેવી રીતે કામ કરે છે એનાથી નાગરિકો સારી રીતે પરિચિત છે સરકારી તંત્રની બલિહારી અનેક વખત જોવા મળતી હોય છે જેમાં હળવદ તાલુકાના મયાપુર ગામે સરકારી દવાઓનો જથ્થો જાહેર રોડ પરથી મળી આવ્યો હતો. મયાપુર ગામે સરકારી દવાઓનો જથ્થો જાહેર રોડ પરથી મળી આવ્યો હતો ઈંગોરાળાથી માયાપુર જવાના રસ્તે નર્મદા કેનાલ પાસેથી સરકારી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો દવાઓ પર ગુજરાત સરકારના ઉપયોગ માટેનું લખાણ જોવા મળ્યું છે દવાઓનો જથ્થો મળી આવતા ભાજપ તાલુકા પ્રમુખ દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. સરકારી ટેબ્લેટ સાથે બોટલો મળી આવતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે દવાનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને રોડ પર નાખ્યો તેની આરોગ્ય વિભાગ તપાસ કરે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.
હળવદ: સરકારી દવાનો જથ્થો જાહેરમાં મળી આવતા ખળભળાટ
