9 માર્ચ સુધી ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રવી સીઝન 2024-25 માટે કેન્દ્ર સરકારે ચણા અને રાયડાના પાક માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે. ચણા માટે પ્રતખ્ ક્વિન્ટલ રૂ. 5,650 અને રાયડા માટે રૂ. 5,950નો ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
- Advertisement -
ખેડૂતોએ ટેકાના ભાવે પાક વેચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 18 ફેબ્રુઆરીથી શરૂ થશે. ખેડૂતો 9 માર્ચ સુધી ગ્રામ્ય કક્ષાના ઈ-ગ્રામ કેન્દ્રો પર જઈને નોંધણી કરાવી શકશે. વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર મારફતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરવામાં આવશે. રાજ્યમાં વિવિધ ખરીદ કેન્દ્રો પર 14 માર્ચ, 2025થી ચણા અને રાયડાની ખરીદી શરૂ થશે.
આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા તમામ ખેડૂતોએ સમયમર્યાદામાં રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.