જૂનાગઢ સાંસદ અને સોમનાથ ધારાસભ્યની પ્રતિષ્ઠાનો જંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાના વતન ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી પ્રચારમાં બંને નેતાઓ દ્વારા એડીચોટીનું જોર માટેના પ્રયાસો થયા હતા. સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શરૂઆતથી જ મતદાન મથકો પર કતાર લાગી હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં રેકોર્ડ બ્રેક 79.45ટકા મતદાન થયુ હતુ. ચોરવાડ નગરપાલિકાના ઇતિહાસમાં આ વાખતે સૌથી વધુ મતદાન થયું છે.
- Advertisement -
અત્યાર સુધીમાં 50 થી 60 ટકાથી વધારે કયારેય મત પડયા નથી. સાંસદ અને ધારાસભ્યની પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચોરવાડની નગરપાલિકામાં રેકોર્ડ બ્રેક મતદાન નવા-જુની થવાના એંધાણ દર્શાવે છે ત્યારે હવે તા.18ના કોંગ્રેસ નગરપાલિામાં શાસન જાળવી રાખે છે કે ભાજપ કબ્જો કરે છે ? તે સ્પષ્ટ થઇ જશે.