પાડોશી તિબેટથી આંચકાનો સિલસિલો શરૂ થયો હતો : જુદા – જુદા ભૂકંપથી વિજ્ઞાનીઓ ચોંકયા
બિહારમાં સવારે 8.02 કલાકે 4ની તિવ્રતાનો આંચકો : કેન્દ્રબિંદુ સિવાનમાં 10 કી.મી. ભૂગર્ભમાં
ઓડિશામાં સવારે 8.15 વાગ્યે 4.7નો ધરતીકંપ: મકાનો – ઈમારતો હચમચ્યા
- Advertisement -
ભારતમાં આજે સવારે પાટનગર દિલ્હી ઉપરાંત બિહાર તથા ઓડિશા એમ ત્રણ રાજયોમાં 4થી માંડીને 4.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા ફફડાટ સર્જાયો હતો. જમીનમાંથી ભયાનક ઘરઘરાટીના અવાજ સાથે ઈમારતો ધ્રુજવા લાગતા લોકો ભયભીત બનીને ઘરની બહાર નિકળી ગયા હતા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગભરાટ નહીં રાખવા તથા ધૈર્ય રાખવાની અપીલ કરવી પડી હતી. પાડોશી તિબેટથી માંડીને ઓડિશા સુધી એક પછી એક આંચકાથી વિજ્ઞાનીઓ પણ ચોંકયા હતા. દેશમાં ભૂકંપનો સૌપ્રથમ આંચકો પાટનગર દિલ્હી તથા આસપાસના ક્ષેત્રોમાં અનુભવાયો હતો. વહેલી સવારે 5.36 કલાકે ધરતી ધણધણી હતી. ભૂકંપની તિવ્રતા 4ની હતી.
તિવ્રતા ઓછી હોવા છતાં ભૂગર્ભમાંથી ભયાનક ઘરઘરાટીના અવાજથી લોકો ભયભીત બની ગયા હતા. મકાનો-ઈમારતો ધ્રુજયા હતા. ભરઉંઘમાંથી સફાળા બેઠા થઈ ગયેલા લોકો બહાર નિકળી ગયા હતા. ભૂકંપથી નુકશાનીના રીપોર્ટ નથી છતાં લોકોના કહેવા પ્રમાણે ઝટકા એટલા તિવ્ર હતા કે જીવનના ભયાનક અનુભવોમાંથી એક એક હોવાનો સૂર દર્શાવવા લાગ્યા હતા. લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.
સિસ્મોલોજી કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર પેટાળ-જમીનની નીચે માત્ર પાંચ કિલોમીટર ઉંડે જ હતુ અને તેને કારણે લોકોને તેજ અવાજ-ઘરઘરાટી સંભળાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ દિલ્હીના ધૌલાકુંવા પાસે માલુમ પડયુ હતુ. ભૂકંપથી જાનમાલને નુકશાની ન હોવા છતાં ફફડેલા લોકો ફરી ઘરની અંદર પ્રવેશવામાં પણ ડર અનુભવતા હતા.
- Advertisement -
દિલ્હી બાદ સવારે 8.02 કલાકે બિહારમાં 4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેનુ કેન્દ્રબિંદુ રાજયના સિવાનમાં નોંધાયુ હતુ અને ભૂગર્ભમાં 10 કી.મી. ઉંડે હતુ. ભયભીત લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે, જાનમાલને કોઈ નુકશાન ન હતું. બિહાર બાદ સવારે 8.15 કલાકે ઓડિશાના પુરીમાં 4.7ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. પુરી સહિતના અનેક શહેરો ધ્રુજી ઉઠતા લોકો ફફડયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા. સિસ્મોલોજી નિષ્ણાંતોના કહેવા પ્રમાણે રવિવારે તિબેટથી શરૂ થયેલો ભૂકંપનો સિલસિલો આજે દિલ્હી, બિહાર તથા ઓડિશા સુધી પહોંચ્યો હતો જેનાથી ભૂવિજ્ઞાનીઓ પણ ચોંકયા હતા.
દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં સવારે 5:36 વાગ્યે થોડી સેકન્ડ માટે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભૂકંપ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર એક પોસ્ટ શેર કરી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમે દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા અને સંભવિત ભૂકંપ પ્રત્યે સતર્ક રહેવા વિનંતી કરીએ છીએ. અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.