ગોંડલ સરકારી હોસ્પિટલ સામે માતાજીનો માંડવો ચાલતો હતો ત્યાં જ પતિએ ખેલ્યો ખૂની ખેલ
રાજકોટ સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો: ગોંડલ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગોંડલમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં પતિએ તે મારું નાક કપાવ્યું, હું તારું કાપીશ, તેમ કહીં પત્નીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી ગોંડલ સરકારી હોસ્પિટલ સામે માતાજીનો માંડવો ચાલતો હતો ત્યાં જ પતિએ ખૂની ખેલ ખેલ્યો હતો મૃતક પંદરેક દિવસ પહેલા પતિ દિનેશ ડાભી સાથે ઝઘડો થતા દૂરના માસીયાઈ ભાઈ સાથે અમદાવાદ જતી રહી હતી બે ત્રણ દિવસ પહેલા મનિષાએ જ દિનેશને ફોન કરી તેડી જવા કહેલું. તેની પત્નીએ માસીયાઈ ભાઈ સાથે જઈ સમાજમાં નાક કપાવ્યું તેમ દિનેશ માનતો હોવાથી છરીના ઘા મારી ફરાર થઈ ગયો હતો.
બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ વોરા કોટડા રોડ પર પંચપીરની દરગાહ પાસે રહેતા મનિષાબેન દિનેશ ડાભી ઉં.24ને ગઈકાલે મોડી રાત્રે લોહી લુહાણ હાલતમાં ગોંડલ સરકારી દવાખાને અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ અંહી સારવાર દરમિયાન મનિષાબેનનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા ગોંડલ સિટી પોલીસ મથકના પીઆઇ ડામોર અને તેમની ટીમ દોડી ગઈ પ્રાથમિક તપાસમાં ખુદ મનિષાબેનના પતિ દિનેશે છરીના ઘા મારી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું પાંચેક વર્ષ પહેલા ભંગારની ફેરી કરતા દિનેશ સાથે મનિષાએ પ્રેમ લગ્ન કર્યાં હતા લગ્ન જીવનથી એક દીકરો અને એક દીકરી એમ બે સંતાનની પ્રાપ્તિ થઈ હતી. છેલ્લા કેટલાં દિવસોથી પતિ દિનેશ શંકા કરી પત્ની સાથે ઝઘડો કરતો એ દરમ્યાન પંદરેક દિવસ પહેલા બંને વચ્ચે ઝઘડો થયેલો. જેથી કંટાળી મનિષા તેના દૂરના માસીયાઈ ભાઈ સાથે સંતાનોને લઈ અમદાવાદ જતી રહી હતી બે – ત્રણ દિવસ બાદ મનિષાએ જ ફોન કરી તેડી જવા દિનેશને કહ્યું હતું દિનેશ તેની પત્નીને ગોંડલ ઘરે લાવ્યો હતો દરમ્યાન ગઈકાલે રાત્રે ગોંડલ સરકારી હોસ્પિટલ સામે ખાડા વિસ્તારમાં માતાજીનો માંડવો હતો. જ્યાં દિનેશ અને મનિષા સંતાનો સાથે ગયા હતા તેમના અન્ય પરિવારજનો પણ ત્યાં હાજર હતા મનિષા માસીયાઈ ભાઈ સાથે જતી રહી હતી તે વાત ઉખડતા ફરી બંને પતિ પત્ની ઝઘડી પડ્યા હતા. તે સમયે છરી કાઢી દિનેશે કહ્યું કે, તારા માસીયાઈ ભાઈ સાથે જઈ તે સમાજમાં મારું નાક કપાવ્યું છે હવે હું તારું નાક કાપીશ. છરી જો મનિષા ભાગવા જતા દિનશે મનિષાના વાસામાં છરીના ઉપરાછાપરી પાંચેક ઘા ઝીંકી દીધા હતા અને ત્યાંથી ભાગી ગયો હતો. પીઆઇ ડામોર અને તેમની ટીમે દિનેશ જીતુ ડાભી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.



