શિક્ષક આરોપી વિશાલ સાવલિયાને વંડા પોલીસે ઝડપી પાડયો
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
અમરેલી જીલ્લામાં શિક્ષણ જગતમાં કલંકિત લાગડતો કિશશો સામે આવ્યો છે. સાવરકુંડલા તાલુકાના વંડા ગામે આવેલ જી.એમ.બીલખીયા આ ખાનગી શાળાના શિક્ષકે 12 વર્ષની વિદ્યાર્થીની સાથે વિશાલ સાવલીયા નામના પી. ટી. શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ગત 7 જાન્યુઆરીના રાત્રિના હોમવર્ક કરતા વિદ્યાર્થીને ચાર્જર લેવાના બહાને શિક્ષકે રૂમમાં મોકલી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય વિશાલ સાવલિયાએ આચર્યું હતું. જે અંગે રાત્રે વંડા પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ સાથે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની પોલીસ ફરિયાદ જી.એમ.બીલખીયા શિક્ષક વિરૂદ્ધ નોંધાઈ હતી.
- Advertisement -
ત્યારબાદ તપાસ હાથ ધરતા નરાધમ શિક્ષકે બાર વર્ષની વિધાર્થીની સાથે સુષ્ટિ વિરૂદ્ધનુ કૃત્ય કરનારા નરાધમ શિક્ષક વિશાલ સાવલીયાને વંડા પોલીસે ઝડપી પાડ્યો હતો. શિક્ષણ જગતને લાછન લગાવતો શરમજનક કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. હાલ આરોપી વિશાલ સાવલીયાને ઝડપી પાડી વધુ પુછપરછ કરવામાં આવી રહી છે. અમરેલી જીલ્લામા સુષ્ટિ વિરૂદ્ધનુ કૃત્યની ધટનાને લઇ શિક્ષણ જગતને ડાઘ લગાડતો કીસ્સો સામે આવ્યો હતો.