ચોટીલા પ્રાંત અધિકારીની કાર્યવાહીથી ખનિજ વિભાગના ગાલે તમાચો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદે કોલસાના ખનન સામે ખાણ ખનિજ વિભાગનું તંત્ર સાવ નિષ્ક્રિય સાબિત થયું છે ત્યારે હવે ખનિજ વિભાગનું સુકાન ચોટીલા પ્રાંત અધિકારીએ સંભાળ્યું હોય તેવો ઘાટ નજરે પડી રહ્યો આ અગાઉ પણ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા દશથી વધુ કોલસા ભરેલ ટ્રકને ઝડપી લીધા હતા જે બાદ ફરીથી ગઈ કાલે થાનગઢના લાખામાચી રોડ પરથી આકસ્મિક ચેકીંગ દરમિયાન જીજે 13 એ એક્ષ 9396 નંબરનો ટ્રક કોલસાનું વાહન કરતો હોવાનું નજરે પાડતાં તેને અટકાવી પાસ પરમીટ માંગતા ચાલક પાસે કોઈ પરમીટ નહિ હોવાથી ટ્રકમાં ગેરકાયદે ખનીજનો જથ્થો વાહન કરવાને લીધે ટ્રક સહિત કુલ 26.25 લાખનો દંડ આપ્યો હતો. એક તરફ જ્યારે ખનિજ વિભાગ રાજકીય નેતાઓને રાજી કરવાના લીધે પોતાની નિષ્ક્રિયતા દર્શાવી રહ્યું છે ત્યારે બીજી તરફ પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદે ખનિજ વહન પર કાર્યવાહી કરી જિલ્લા ખનિજ વિભાગને ગાલે પર તમાચો માર્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.