ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં વક્ફ બોર્ડનો ઓર્ડર બતાવી રાતોરાત વેપારીની દુકાન ખાલી કરવાઈ. જે પછી ગૌ માસ મળ્યાંની ચર્ચાઓ પણ સામે આવેલી. ત્યારે આ સંવેદનશીલ વિસ્તારની શાંતિ ડહોળાઈ નહીં અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કોઠારીયા નાકા વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. આ તકે ફૂટ પેટ્રોલિંગ માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ જોડાયો હતો.