80 ફૂટ રોડ પર જગ્યા ફાળવણી સામે નારાજગી, મધ્ય વિસ્તારમાં જગ્યાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં રવિવારની બજારમાં વેપાર કરતા નાના વેપારીઓએ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મહત્વની રજૂઆત કરી છે. મહાનગરપાલિકા દ્વારા મેળાના મેદાનમાંથી લારી-પાથરણાવાળા સહિત નાના વેપારીઓને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.
તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મેળાના મેદાનને પણ ખાલી કરાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી નારાજ વેપારીઓએ તેમના રોજી-રોટીના પ્રશ્ર્ને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. વેપારીઓએ તંત્ર દ્વારા 80 ફૂટ રોડ પર ફાળવવામાં આવેલી નવી જગ્યાનો વિરોધ કર્યો છે.