ત્રણ વ્યાજખોરોના ત્રાસને લીધે યુવાને પોતાના મામાની વાડીએ દવા પીધી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યજખોરોનાં ત્રસે વધુ એક યુવાનનો જીવ લીધો છે જેમાં સ્થાનિક પોલીસ વ્યાજખોરોને નાથવામાં સદંતર નિષ્ફળ રહી હોવાનું સાબિત કરે છે. જેમાં મૂળી તાલુકાના સડલા ગામે રહેતા મહેશભાઈ રણછોડભાઈ પટેલ દ્વારા અગાઉ પોતાના ગામના પ્રતીક ઉર્ફે ગની ઘનશ્યામભાઈ, રઘુભાઈ નાનજીભાઈ તથા દિનેશ ગણેશભાઈ પટેલ પાસેથી જુદા જુદા વ્યાજદર પર રૂપિયા લીધા હોય જે રૂપિયાનું વ્યાજ સહિત પરત કરવા છતાં ત્રણેય ઈસમો દ્વારા વારંવાર રૂપિયા અને વ્યાજની ઉઘરાણી બાબતે યુવાનને ધમકી આપી માનસિક ત્રાસ આપતા હોય જે માનસિક ત્રાસથી કંટાળી જઈ યુવાને પોતાના મામાની વાડીએ જઈ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જે બાદ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા અંતે સારવાર દરમિયાન યુવાન મહેશભાઈ પટેલનું મોત નિપજ્યું હતું આ તરફ યુવાનના આપઘાતનો લઈને સ્થાનિક પોલીસ દ્વારા ત્રણેય વ્યાજખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.