જૂનાગઢ મનપાની ચૂંટણીમાં વિઝન, ઢંઢેરા કે ગેરેંટી વગર લડત
ટિકિટ વહેંચણીમાં નારાજ સમાજને મનાવવા પ્રદેશ નેતાની દોડધામ
- Advertisement -
ચૂંટણી જંગમાં ઉમેદવારોને ભરશિયાળે પરસેવો પડાવી દેતા મતદારો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષો તેની તરફ મતદાન થાય તેના માટે એડીચોટીનું જોર લગાવી મતદારોને રીઝવવા પ્રયાસ શરુ કર્યા છે.અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીના જંગમાં ભર શિયાળે ઉમેદવારોને મતદારો સવાલો કરીને પરસેવો પડાવી દીધો છે.અને કોના તરફે મતદારો છે. તે નક્કી થવા દેતા નથી જેના લીધે ઉમેદવારો પણ મુંજાયા છે.બીજી તરફ ભાજપની ટિકિટ વેહચણીમાં કડીયા સમાજને એક પણ ટિકિટ નહિ મળતા કડીયા સમાજના આગેવાનોએ ભાજપ સામે રોષ વ્યક્ત કરીને પ્રદેશ કક્ષાએ લેખિત રજૂઆત કરીને રોષ પ્રગટ કરતા પ્રદેશ મહામંત્રી રત્નાકર જૂનાગઢ દોડી આવ્યા હતા અને કડીયા સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી.અને સમજાવાના પ્રયત્નો કર્યા હતા તેની સાથે ભાજપ સંગઠન આગેવાનો સાથે બેઠક કરી હતી જેમાં અમુકની બાદબાકી જોવા મળી હતી અને ટિકિટ મુદ્દે સંગઠનના લોકોની ઝાટકણી કાઢવામાં આવી હતી.
જૂનાગઢ મનપા ચૂંટણીમાં હજુ સુધી કોઈ પક્ષે ચૂંટણી ઢંઢેરો કે આગળનું વિઝન શું અને જે પક્ષની બોડી બને તેની ગેરેંટી શું તેવા એક વચન વગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાઈ રહી છે.હાલ મહાનગરમાં શહેર ભાજપ દ્વારા ઉપકોટ, સરદાર પટેલ ગેટ, મજેવડી દરવાજા સહીત થયેલ કામગીરીના બેનરો લગાવ્યા છે. ત્યારે શહેરમાં અગાઉ ક્યાં કામોને પ્રાધાન્ય અપાશે અથવા કેવા કામો કરવામાં આવશે તેના પર કોઈ ગેરેંટી વગર ચૂંટણી લડત જોવા મળે છે. તો સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પણ કોઈ ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો નથી અને તમામ વોર્ડમાં ચૂંટણી પત્રીકા આપીને મતદારો પાસે પ્રચાર કરી રહ્યા છે.
- Advertisement -
ધારાસભ્યના વોર્ડ નં.7ની આશિયાના સોસાયટીના વિશાલભાઇએ વિડીયો જાહેર કર્યો છે. હાલમાં ભુગર્ભ ગટર ને પાણીની લાઇનનું તેમની સોસાયટીમાં કામ ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા સોસાયટીમાં ગટરની લાઇન ફીટ કરી હતી. ગટરની લાઇન ફીટ કરી ત્યારે અગાઉની લાઇન ફીટ કરી ત્યારે અગાઉની જે યોજનાના મોટા પાઇપ હતા તેને બહાર કાઢી જયા ત્યાં મુકી દેવામાં આવ્યા છે. મનપાના જવાબદારોને બુઘ્ધીના બળદીયા કહી સંબોધી રહ્યા છે કે, જયા ગટરની લાઇન નાખી હતી તેના ઉપર જ પાણીની લાઇન નાખવામં આવી રહી છે. ભવિષ્ટમાં જયારે ગટરની લાઇન રિપેર કરવાની થાય ત્યારે ખોદવામાં આવશે તો પાણીની લાઇન પણ તૂટી જશે, ભૂગર્ભ ગટરમાં જે હાઉસ કનેકશન આપવામાં આવ્યા છે તે પણ આડેધડ આપી દીધા છે.
અંદર પાઇપ છુટ્ટા આંટા મારી રહ્યા છે. ગટરના પાઇપમાં હાઉસ કનેકશનનો પાઇપ જોડવા જોઇએ તે જોડીને નથી. આ ઉપરાંત તેના પર જે સિમેન્ટકોંક્રેટ કરવામાં આવ્યુ છે તે પણ નબળી ગુણવત્તાનું છે, હાથ અડાડી નીકળી જાય છે. જયા સુધી હાઉસ કનેકશનનું સરખુ કામ નહી થાય ત્યાં સુધી બુરી શકાશે. નહીં રસ્તાનું કામ મંજૂર થઇ ગયુ હોવા છતા થઇ શકે તેવી સ્થિતિ નથી. મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને ઝડપથી પોતાના ખિસ્સા ભરી લેવા છે એટલે ગમે તેવુ કામ કરી નાખે છે. જે જગ્યાએ હાઉસ કનેકશન આપ્યુ છે ત્યાં પાણી બહાર નિકળી રહ્યુ છે. તેના લીધે પોલાણ રહી જાય તો રસ્તો સરખી રીતે બની શકે નહીં. બધાને પોતાના ઘર ભરવા છે જો થોડી માનવતા હોય તો લોકોનો વિચાર કરવો જોઇએ.અહીંના રહેવાસીઓએ પોતાની જાતે કામ સરખી રીતે થાય તેવુ કરવુ પડી રહ્યું છે. આમ, વધુ એકવાર મનપાના લોલમલોલનો ઘટસ્ફોટ થયો છે. ચૂંટણી સમયે જ આવી સ્થિતિના કારણે લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે. હવે મતદારો કઇ રીતે નારાજગીનો જવાબ આપે છે તેના પર રાજકીય લકો અનેક ગણીત માંડી રહયા છે.
ચોરવાડ પાલિકામાં સાંસદ અને ધારાસભ્યના માદરે વતનમાં ધમાસાણ
જૂનાગઢ મનપા સાથે છ પાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચોરવાડ નગરપાલિકા હાઇપ્રોફાઇલ ચૂંટણી બની છે જેમાં જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા અને સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાનું માદરે વતન ગણાય છે ત્યારે ચોરવાડ પાલિકામાં કોંગ્રેસનું શાસન અંકબંધ કરવા વિમલ ચુડાસમા પોતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તો બીજી તરફ સાંસદ રાજેશ ચુડાસમા તેના વતનમાં ભાજપ સત્તા પર આવે તેના માટે જોર શોરથી જાહેરસભા અને લોકસંપર્ક કરી ભાજપ ચૂંટણીમાં વિજય બને તેના માટે ચૂંટણી ધમાસાણ જોવા મળી રહી છે. ત્યારે મતદારો કોના તરફે મતદાન કરશે તે તો આગામી સમય જ બતાવી શકશે.